તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં 15.87 કરોડના ખર્ચે કેન્દ્રીય વિદ્યાલય ભવનનું લોકાર્પણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ ખાતે ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે Rs.. 15.87 કરોડના ખર્ચે અધતન સુવિધાયુકત ૧૫ એક૨ જમીનમાં 45 ઓરડા સાથેના નવનિર્મિત ભવનનું લોકાર્પણ દીપ પ્રાગટય સાથે કરવામાં આવ્યું હતું.

રીબન કાપી કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, Rs..15.87 કરોડના ખર્ચે ૧૫ એકર જમીનમાં ૪૫ ઓરડાઓ સાથે બાળકોને ગમે તેવા વાતાવરણ સાથેનું હવા ઉજાસ સાથે ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પહેલા માત્ર 90 બાળકો કેન્દ્ર વિદ્યાલયમાં ભણતા હતા. આજે ૪૨૬ બાળકો ધોરણ 10 સુધી ભણે છે. હવે આ નવિન ભવનમાં 1000 બાળકો ધો. 1 થી 12 સુધી અભ્યાસ કરી ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી શકશે. રાજયમંત્રી બચુભાઇ ખાબડે પણ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ પ્રદેશ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના કેપ્યુટી કમિશનર જયદીપ દાસે સ્વાગત પ્રવચન સાથે વિદ્યાલયની ભૂમિકા રૂપરેખા પૂરી પાડી હતી. આભાર વિધિ કેન્દ્રીય વિદ્યાલયના પ્રભારી પ્રાચાર્ય રવિ જૈને કરી હતી. દાહોદ ખાતે આ નવનિર્મિત ભવનનના લોકાર્પણના કાર્યક્રમમાં જિ. કલેકટર વિજય ખરાડી, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, ધારાસભ્ય વજેસિંહ પણદા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.

દાહોદ ખાતે કેન્દ્રીય વિદ્યાલયના લોકાર્પણ ટાંણે વિદ્યાલયના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાળો ધુમાડો થતાં અધિકારીમાં દોડધામ મચી
કેન્દ્રીય વિદ્યાલયના પાછળના ભાગે રેલવેની ખુલ્લી જમીનમાં કેટલાંક લોકોએ તાર કાઢવા માટે ટાયર અને વાયરો બાળ્યા હતાં. તેના કારણે કાળા ધુમાડાની ડમરીઓ ઉડતી જોવા મળતાં કોઇ દ્વારા વિરોધ કરાયો હોવાના ભયથી ઉપસ્થિત અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે તાત્કાલિક અસરથી પાણીનો છંટકાવ કરાવીને ધુમાડાને દાબી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો