મિલ માલિક પર ફાયરિંગ કરનાર દલાલનો આપઘાત

દાહોદના દેલસરમંા ફાયરિંગ કરનાર ભૂપેન્દ્ર દલાલનો મૃતદેહ ઘોડાડુંગરીના પ્લોટમાંથી મળ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Dahod - મિલ માલિક પર ફાયરિંગ કરનાર દલાલનો આપઘાત
શનિવારે દેલસરમાં અરિહંત મિલમાં ઘૂસીને મારી નાખવાના ઇરાદે તેના માલિક ઉપર ફાયરિંગ કરીને ફરાર ભૂપેન્દ્ર દલાલે શહેર નજીક ઘોડાડુંગરી ગામે એક ખાલી પ્લોટમાં રવિવારે આપઘાત કરી લીધો હતો. લાશ પાસેથી લોડેડ પિસ્ટલ સાથે એક લોડેડ મેગજીન પણ મળી હતી. પોસ્ટ મોર્ટમમાં તેના બરડામાંથી એક ગોળી મળી હતી સાથે મૃત્યુનો સમય પરોઢના છ વાગ્યાનો હોવાની આશંકા તબીબ દ્વારા વ્યક્ત કરાઇ હતી. જોકે, ભૂપેન્દ્રનું બાઇક રળિયાતી સ્થિત સંગમથી મળી આવતાં આ ઘટના પાછળ રહસ્યનાં વમળો સર્જાયા છે.

દાહોદ નજીક દેલસર ગામે ભૂપેન્દ્ર દલાલે અરિહંત મિલમાં ઘૂસીને માલિક પ્રસંગચંદ જૈન ઉપર ગોળીબાર કર્યો હતો. આ મામલે નરપતરાજ જૈનની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને પોલીસ ફરાર ભૂપેન્દ્રની શોધખોળમાં લાગી હતી. ભૂપેન્દ્ર દલાલની ઇન્દૌર ખાતે રહેતી પુત્રીના ઘરે પણ દાહોદ પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન રવિવારની સવારે શહેર નજીક મંડાવાવ રોડ સ્થિત ઘોડાડુંગરી ગામે એક ખાલી પ્લોટમાંથી ભૂપેન્દ્ર દલાલનો છાતીના ભાગે ગોળી ધરબેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે લોકોનાં ટોળે-ટોળાં ઉમટી પડ્યાં હતાં. ભૂપેન્દ્ર દલાલના મૃતદેહ પાસે લોડ કરેલી પિસ્ટલ મ‌ળી આવી હતી સાથે ગજવામાંથી એક લોડેડ મેગજીન કબજે કરાઇ હતી. ભૂપેન્દ્ર દલાલે આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં જણાતાં અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો છે. ભૂપેન્દ્ર દલાલના પોસ્ટમોર્ટમ દરમિયાન છાતીથી ઘૂસીને બરડામાં ફસાઇ ગયેલી ગોળી મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ કરનાર તબીબે તેમના મૃત્યુનો સમય પરોઢના છ વાગ્યાનો હોવાનો અંદાજ લગાવ્યો હતો. જોકે, ભૂપેન્દ્રનો મૃતદેહ ઘોડાડુંગરી અને જીજી-20-ઇ-1619 નંબરની તેની મોટર સાઇકલ રળિયાતી સ્થિત સંગમથી મળી આવતાં રહસ્યનાં વમળો સર્જાયાં છે.

X
Dahod - મિલ માલિક પર ફાયરિંગ કરનાર દલાલનો આપઘાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App