તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • હડફ ડેમનું લેવલ જાળવવા 3 દરવાજા બે ફૂટ ખોલાયા 8500 કયુ. પાણી છોડાયું

હડફ ડેમનું લેવલ જાળવવા 3 દરવાજા બે ફૂટ ખોલાયા 8500 કયુ. પાણી છોડાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં વરસાદ થતા રૂલ લેવલ જાળવવા માટે હડફ ડેમના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા હતા.

ડેમમાંથી છોડેલું પાણી ચાર કલાકમાં પાનમ નદીમાં પહોંચે છે
ભાસ્કર ન્યુઝ | ગોધરા

મોરવા(હ) વિસ્તારમાં આવેલા હડફ જળાશય 22.086 mcm કેપેસીટી નું છે. જેમાં હાલ 19.51 mcm પાણીનો જથ્થો જળાશયમાં છે . હડફ ડેમમાં દાહોદના ઉમરીયા ડેમ ઓવરફલો થાય તેમજ લીમખેડા તથા ધાનપુર વિસ્તારમાં ભારે વરસાદ પડે તો ડેમમાં નવા નિરની આવક આવે છે. હાલ ઉપરવાસના વિસ્તારમાં અને ઉમરીયા ડેમ 100 ટકા ભરાઇ જવાથી ડેમમાંથી પાણી છોડવાથી હડફ ડેમમાં 5500 કયુસેક પાણીની આવક થતાં ડેમ 85.98 ટકા ભરાઇ ગયો છે. ડેમમાં નવા

...અનુ. પાન નં. 2

હાલ રૂલ લેવલ 165.70 મીટર રાખ્યું છે
હડફ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નવા નીરની આવક જળાશયમાં વધે છે. ત્યારે જળાશય ઓથોરીટી દ્વારા રોજબરોજ ડેમની રૂલ લેવલ અલગ અલગ રાખવામાં આવે છે. જેમ જેમ ચોમાસું આગળ વધે અને જળાશયની આવક વધે તેમ રૂલ લેવલ વધતું જાય છે. હાલ રૂલ લેવલ 165.70 મીટર રાખ્યું છે. જેની ઉપર પાણી સપાટી જતાં ડેમમાંથી પાણી છોડીને રૂલ લેવઇ જાળવવામાં આવે છે.અત્યાર સુધી ડેમમાંથી 6 થી વધુ વખત પાણી છોવામાં આવ્યું છે.

જળાશય એલર્ટ સ્ટેજ પર
મોરવા(હ)ના હડફ જળાશય જયારે 70 ટકા પાણી હોય ત્યારે ડેમને ઓથોરીટી દ્વારા વોનીંગ સ્ટેજ જાહેર કરે છે જેમા જેમ જળાશયમાં નવા પાણીની આવક વધતાં ડેમમાં આવકના લીધે સપાટીમાં વધારો થતાં પાણીનો જથ્થો 80 ટકા જેટલો થયા તો ડેમને એલર્ટ સ્ટેજ પર જાહેર કરવામાં આવે છે હાલ 85 ટકા જેટલો જથ્થો હોવાથી ડેમ એલર્ટ સ્ટેજ પર છે. અને જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો જથ્થો 90 ટકા ઉપર થઇ જાય તો ડેમને હાઇ એલર્ટ સ્ટેજ જાહેર કરીને તંત્રને સાંબદુ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...