તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદના વિશ્રામગૃહ પાસે વિજતંત્ર દ્વારા વૃક્ષોનો સફાયો

દાહોદના વિશ્રામગૃહ પાસે વિજતંત્ર દ્વારા વૃક્ષોનો સફાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદના વીજ તંત્ર દ્વારા ચોમાસા દરમ્યાન સમસ્ત શહેરમાં સૌથી હરિયાળા માર્ગ તરીકે પંકાયેલા દાહોદના સરકારી વિશ્રામ ગૃહવાળા રસ્તે વૃક્ષોનું આડેધડ કટિંગ કરવામાં આવતા નગરના પ્રકૃતિપ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. દાહોદના MGVCL વીજ કંપની દ્વારા ગત વર્ષોમાં પણ આ જ રીતે કોઈ જાણકારી વિના આડેધડ રીતે વૃક્ષોને વેતરી નાખ્યા હતા. ત્યારે પ્રકૃતિપ્રેમી સંસ્થાના સદસ્યોના આક્રોશ બાદ વીજતંત્રના અધિકારી વર્ગ તરફથી એવી ખાત્રી અપાઈ હતી કે આગામી સમયથી ટ્રેનિંગ પામેલ સ્ટાફ દ્વારા જ ટ્રીમિંગ કરવામાં આવશે. તેમ છતાંય તા.21 ઓગષ્ટ, મંગળવારે સવારે વિશ્રામગૃહની સામેના ભાગે વ્યવસ્થિત હારમાળામાં સરસ રીતે પાંગરેલા વૃક્ષોનું સાવ આડેધડ રીતે કટિંગ કરવાની સાથે જ ત્રણ મસમોટા ઝાડને મૂળસોતાં કાપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આખા દાહોદમાં જોવાતા અનેક સામાન્ય અને કેટલાક દુર્લભ પ્રકારના પક્ષીઓ દાહોદના આ વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં કાયમી વસવાટ કરે છે.

વૃક્ષોને અડીને જતી લાઈનથી કોઈ અકસ્માત ના સર્જાય તે માટે ચોમાસામાં MGVCL તરફથી વૃક્ષોની છંટણી કરવામાં આવે છે. પરંતુ અહીં આ દિશાની કોઈ ટ્રેનિંગ પામેલો સ્ટાફ ના હોઈ તે બાબતે પણ અવારનવાર તકરાર થઇ રહે છે. જો દાહોદમાં અન્ડર ગ્રાઉન્ડ લાઈન કરી દેવાય તો પર્યાવરણને થતા નુકશાનથી બચી શકાય.

વિશ્રામગૃહ સામે 4 વૃક્ષોની કતલેઆમ. તસવીર- સંતોષ જૈન

આ અંગે હું તપાસ કરું છું
અમને તો આ બાબતની કંઈ જ ખબર નથી. આ અમારું કામ નથી, જેને કર્યું છે તેની હું તપાસ કરું છું. પ્રકાશ રાયચંદાની, મુખ્ય અધિકારી, દા.ન.પા.

અન્ય સમાચારો પણ છે...