તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદ જિલ્લામાં તહેવારો નિમિત્તે પ્રતિબંધિત હુકમોનું ફરમાન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લામાં તહેવારો નિમિત્તે પ્રતિબંધિત હુકમોનું ફરમાન કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના દાહોદ તાલુકામાં ઉજવાનાર બકરી ઇદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, મોહરમ વગેરે જેવા ધાર્મિક તહેવારો દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ યોગ્ય રીતે જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૭(૧) હેઠળ જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતું હોઇ દાહોદ, અધિક જીલ્‍લા મેજીસ્‍ટ્રટ એમ.બી.ચૌધરી(GAS) દ્વારા સમગ્ર જીલ્‍લામાં આ હુકમની તારીખથી ૬૦ દિવસ સુધી આ કૃત્યો કરવા પર પ્રતિબંધ હુકમો ફરમાવ્યા છે. આ હુકમનું ઉલ્‍લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫(૧) તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ના પ્રકરણ-૧૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...