તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દેશમાં 115 મહત્ત્વાકાંક્ષી જિલ્લામાં દાહોદ પ્રથમ ક્રમાંકે

દેશમાં 115 મહત્ત્વાકાંક્ષી જિલ્લામાં દાહોદ પ્રથમ ક્રમાંકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | કેન્દ્ર સરકારના નીતિ આયોગે સર્વાંગી પરિવર્તન માટે મહત્ત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકે દેશના 115 પછાત જિલ્લાઓનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જેમાં ગુજરાતના બે પછાત જિલ્લા દાહોદ અને નર્મદા પસંદ કરાયા હતાં. આ યોજનાના મોનિટરિંંગ માટે કેન્દ્ર સરકારે દાહોદ જિલ્લા માટે આઈએએસ રાજકુમારની નિયુક્તિ કરી હતી. દાહોદ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ખેતીવાડી,કૌશલ્ય વર્ધન અને નાણાકીય સમાવેશ અને મૂળભૂત સુવિધાઓ આ પાંચ મુખ્ય ક્ષેત્ર નક્કી કરાયા હતાં. જિલ્લાઓની પ્રવર્તમાન સ્થિતિ અને ઉપલબ્ધિઓ અંગે ઉંડુ ચિંતન કરાયું હતું અને તેમાં ખુટતી કડીઓ-સુવિધાઓની ઉપલબ્ધિ માટે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સૂચવાયેલજુદા- જુદા ૪૯ જેટલા ઇન્ડીકેટર્સ મુજબ સમયબધ્ધ એક્શન પ્લાન ઘડી કાઢવાના આદેશ અપાયા હતાં. દિશા-નિર્દેશો મુજબ “ટીમ દાહોદે” ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-દાહોદનો 2018થી 2022 નો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો. શિક્ષણનું સ્તર સુધારવા , સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની નિમણૂકો ઉપરાંત તબીબી સાધનો પૂરા પાડવા, બાળમૃત્યુ દર-માતા મૃત્યુદર નીચો લાવવા , કૂપોષણ દૂર કરવા સાથે સ્થાનિક લોકોનું પછાતપણું દૂર કરી આ જિલ્લામાં માનવ ...અનુસંધાન પાના નં.12

નર્મદા જિલ્લાનો 13મો ક્રમાંક
મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં રાજ્યના દાહોદ સાથે નર્મદા જિલ્લાની પસંદગી પણ થઇ હતી. ત્યારે નર્મદા જિલ્લો આ સ્પર્ધામાં 11 ડેલ્ટા રેન્ક મેળવીને દેશમાં 13મા ક્રમે રહ્યો હતો.

દાહોદ | કેન્દ્ર સરકારના નીતિ આયોગે સર્વાંગી પરિવર્તન માટે મહત્ત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકે દેશના 115 પછાત જિલ્લાઓનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જેમાં ગુજરાતના બે પછાત જિલ્લા દાહોદ અને નર્મદા પસંદ કરાયા હતાં. આ યોજનાના મોનિટરિંંગ માટે કેન્દ્ર સરકારે દાહોદ જિલ્લા માટે આઈએએસ રાજકુમારની નિયુક્તિ કરી હતી. દાહોદ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ખેતીવાડી,કૌશલ્ય વર્ધન અને નાણાકીય સમાવેશ અને મૂળભૂત સુવિધાઓ આ પાંચ મુખ્ય ક્ષેત્ર નક્કી કરાયા હતાં. જિલ્લાઓની પ્રવર્તમાન સ્થિતિ અને ઉપલબ્ધિઓ અંગે ઉંડુ ચિંતન કરાયું હતું અને તેમાં ખુટતી કડીઓ-સુવિધાઓની ઉપલબ્ધિ માટે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સૂચવાયેલજુદા- જુદા ૪૯ જેટલા ઇન્ડીકેટર્સ મુજબ સમયબધ્ધ એક્શન પ્લાન ઘડી કાઢવાના આદેશ અપાયા હતાં. દિશા-નિર્દેશો મુજબ “ટીમ દાહોદે” ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-દાહોદનો 2018થી 2022 નો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો. શિક્ષણનું સ્તર સુધારવા , સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની નિમણૂકો ઉપરાંત તબીબી સાધનો પૂરા પાડવા, બાળમૃત્યુ દર-માતા મૃત્યુદર નીચો લાવવા , કૂપોષણ દૂર કરવા સાથે સ્થાનિક લોકોનું પછાતપણું દૂર કરી આ જિલ્લામાં માનવ ...અનુસંધાન પાના નં.12

અન્ય સમાચારો પણ છે...