તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદ કલેક્ટરે ચાંદાવાડા ગામના સરકારી રેવન્યુ દફતર તપાસ્યાં

દાહોદ કલેક્ટરે ચાંદાવાડા ગામના સરકારી રેવન્યુ દફતર તપાસ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકામાં આવેલા ચાંદાવાડા ગામની દાહોદ જીલ્લા કલેક્ટર વિજયભાઇ ખરાડીએ મુલાકાત લીધી હતી. ઓચીંતી મુલાકાત લેતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. કલેક્ટર ખરાડીએ પંચાયતમાં રેવન્યુ દફતર તપાસણી કરી હતી.

જેમાં 1 થી 18 સુધીના ગામના મનુના પત્રકોની તપાસ કરી અને ગ્રામ પંચાયતને મળેલી વિવિધ વિકાસની ગ્રાન્ટો વિશેની માહિતી પણ મેળવી હતી. ગામના રેવન્યુ સર્વે નંબરોની રૂબરૂ સ્થળ તપાસણી કરી અને ગ્રામજનોની મુલાકાત લીધી હતી.

ગામના ગરીબ પરીવારોની કુટુંબોની રૂબરૂ મુલાકાત લઇને યોજનાઓ વિશેની માહિતીથી માહિતગાર કર્યા હતા. આ મુલાકાત ટાંણે પ્રાન્ત અધિકારી, મામલતદાર, સર્કલ નાયબ મામલતદાર, ત.ક.મંત્રી અને ગામના સરપંચ કરણસિંહ ડામોર તથા સભ્યો આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...