તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદ જિલ્લામાં લીડ બેન્ક દ્વારા નાણાંકીય સાક્ષરતા કેમ્પ

દાહોદ જિલ્લામાં લીડ બેન્ક દ્વારા નાણાંકીય સાક્ષરતા કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લાના પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદનગર ખાતે જિલ્લા કક્ષાનો નાણાંકીય સાક્ષરતા કેમ્પ મીલીન્દ તોરવણે સેક્રેટરી એક્ષેપેન્ડીચર નાણાં વિભાગના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. સભાને સંબોધતા સચિવએ જણાવ્યુ હતુ કે ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લાઓને સરકારે મહત્વકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કર્યા છે. આ જિલ્લામાં આવેલી બેન્કોમાં ખાતા ખોલવ્યા વિના રહી જતા અરજદારોએ જેની ઉમંર ૧૮ વર્ષ હોય તેમને બેન્કમાં ખાતા ખોલવવા તથા સરકારની જુદી જુદી યોજનાનો લાભ જેવી કે પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના વગેરે યોજનાના નજીવી રકમ ચૂકવી વીમા લેવા ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા અને બાકી રહેતા ખાતેદારોને ખાતા ખોલાવવા બેન્કર્સોર્ને પુરતો સહયોગ આપવા જણાવ્યુ હતું.

આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા દાહોદ દ્વારા બજરંગ ટ્રેડર્સને રૂ. ૬ લાખના મુદ્રા લોનનો ચેક મિલીન્દ તોરવાણે તથા જિલ્લા કલેકટર વિજય ખરાડીના હસ્તે સુરક્ષા વીમા યોજનના લાભાર્થી સુલેમાન સિધ્ધીકી પટેલને બે લાખના વીમાના કલેઇમ આપવામાં આવ્યો હતો. લીડ બેંક બેંક ઓફ બરોડા તથા જિલ્લાની જુદી જુદી બેંકો દ્વારા આપવામાં આવેલ લોનના ચેકોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન લીડડિસ્ટ્રીક મેનેજર રજનીકાંત મુનિયાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન બેંક ઓફ બરોડાના રિજીયોનલ હેડ વિવેક શુકલાએ કર્યું હતું.

બેન્કર્સો સાથે કલેક્ટરની બેઠક્નું આયોજન
બેંક ઓફ બરોડા દ્વારા મુદ્રાલોન, ખેતીવાડી તથા અન્ય હેતું માટે ૨.૧૦ કરોડ, એસ.બી.આઇ ૧.૨૦ કરોડ તથા બીજી બેંકો દ્વારા ૧.૭૨ કરોડ રૂપિયાની લોન તથા કુલ ૫.૦૨ કરોડની લોન મુંજર કરવામાં આવી હતી. આ નાણાંકીય સાક્ષરતા કેમ્પ યોજાયા બાદ કલેકટર કચેરીના સભાખંડ ખાતે સચિવએ બેન્કર્સો સાથે બેઠક યોજી હતી.

દાહોદ જિલ્લામાં નાણાંકીય સાક્ષરતા કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા મુદ્રા લોનના ચેકોનુ વિતરણ કરાયું હતું.- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...