તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદમાં 8 કલાક સુધી દશામાંની પ્રતિમાનું વિસર્જન ચાલ્યું

દાહોદમાં 8 કલાક સુધી દશામાંની પ્રતિમાનું વિસર્જન ચાલ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ- ગોધરા જિલ્લામાં અષાઢ મહિનાના છેલ્લા દિવસે એટલે દિવાસાના દિવસથી દશામાનના વ્રતની પ્રારંભ થયો હતો.દસ દિવસ સુંધી શહેર સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.સોમવારે દશમના દિવસે ઢોલ નગારા સાથે દશામાની મુર્તિનું વિસર્જન નદીઓ તથા તળાવમાં કર્યુ હતું. વિવિધ વિસ્તારમાંથી દશામાની પ્રતિમાઓ સાથે નિકળેલી યાત્રામાં મહિલાઓ તેમજ યુવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. દાહોદ શહેરના છાબ તળાવ ખાતે રાતના 12.30 વાગ્યાથી શરૂ થયેલું વિસર્જન સવારના 8.30વાગ્યા સુધી ચાલ્યું હતું. ઇ.ફાયર ઓફીસર દીપેશ જૈન સહિત ફાયરનો સ્ટાફ, 25 તરવૈયાની ટીમ, બે તરાપા અને ત્રણ હોડી દ્વારા વિસર્જન પાર પાડવામાં આવ્યું હતું. આખી રાત દાહોદ શહેર ગુંજાયમાન રહ્યું હતું.

દાહોદ અને ગોધરામાં ભક્તોએ દસ દસ દિવસ સુધી ઉપવાસ કરી દશામાંની પૂજા અચૅના કરી હતી. અને સોમવવારની મધ્ય રાત્રીથી મોટી સંખ્યામાં લોકો રામ સાગર તળાવમાં દશામાંની મુતિઁનુ વિશજૅન કરવા આવી પહોંચ્યા હતા. - હેમંત સુથાર, સંતોષ જૈન

અન્ય સમાચારો પણ છે...