• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • ભરૂચની રૂંગટા વિદ્યાલયમાં નારી સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચની રૂંગટા વિદ્યાલયમાં નારી સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી રૂંગટા વિદ્યાલય ખાતે નારી સશકિતકરણ સંદર્ભમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના બાળકો અને શિક્ષકોને સુરક્ષા અને સલામતી માટેની જાણકારી આપવામાં આવી હતી.

દાહોદના ચિત્રકારને નેપાળમાં સુવર્ણ ચંદ્ર પ્રાપ્ત થયો
દાહોદના કલાકાર કિશોર રાજહંસે તાજેતરમાં તા.25 થી 29 જુલાઈ દરમ્યાન નેપાળના કાઠમંડુ ખાતે આયોજીત ‘ધ બ્લિસ’ શિર્ષક હેઠળ યોજાયેલા ઇન્ડો-નેપાળ ઇન્ટર નેશનલ આર્ટ શોમાં સુવર્ણ ચંદ્રક મેળવી દાહોદ અને દેશનું ગૌરવ વધાર્યું છે.

પગપાળા યાત્રીઓને પાણી તથા શરબત આપવાની સેવા
ગોધરાના પોપટપુરા ખાતે ગણપતિ મંદિર રાષ્ટ્રશક્તિ એકતા મંચ મહિલા મોરચા દ્વારા દર્શનાર્થીઓ પગપાળા યાત્રીઓને પાણી તેમજ શરબત ની સેવા આપવામાં આવી હતી.

ભાજપા મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ
ઝાલોદ નગરમાં યુવા કેન્દ્ર દ્વારા પાંચ દિવસની ઈંટશિપ યોજાઇ
ઝાલોદ નગરમાં તાલુકાનાં યુવાઓને રમત-ગમત સહિતની અન્ય પ્રવુતિઓમાં પ્રોત્સાહિત કરવા માટે નેહરૂ યુવા કેન્દ્ર દાહોદ અને ધરતી વિકાસ ચેરિટિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસની આઈ.પી. મિશન શાળા ખાતે ઈંટરશિપ યોજવામાં આવી હતી.

હાલોલમાં મિશન વિદ્યા અભિગમ હેઠળ જાગૃતિ કેળવવાનો પ્રયાસ


હાલોલ માં સામાજિક સંસ્થા જનવિકાસ પ્રાથમિક શિક્ષણના મુદા પર કામ કરે છે. જે અંતર્ગત માં 6 થી 8 ની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલે છે.આજે હાલોલના રહીમકોલોની, કરીમકોલોની,કસ્બા તેમજ ખોખરફળિયાના બાળકો નિયમિત શાળામાં આવે અને વાલીઓ જાગૃત થાય તે માટે કેનોપી સ્ટોલ લગાવી માહિતી આપવામાં આવી હતી.

પંચ. જિ.ના આરોગ્ય વિભાગમા વિદાય સમારંભ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા નિવૃત્ત કર્મચારી નું બહુમાન પંચમહાલ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ૩૫ વર્ષ સુધી ફરજ બજાવી કાલોલ તાલુકા કચેરીમાંથી વય નિવૃત થયેલ તાલુકા વિઝીટર મણીબેન પટેલ ને વિદાય આપી જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

પારોલી ગામે ગેસના બોટલોનું વિતરણ
ઘોઘંબાના પરોલી ગામે પ્રધાન મંત્રી ઉજજવલા યોજના હેઠળ 125 બહેનો ને ગેસ ના બોટલોનુ વીતરણ કરાયુ હતુ ગામના સરપંચ ડે.સરપંચ તથા તલાટી દ્વારા કનેકશનો નુ વીતરણ કરાતા ગ્રામજનો મા હર્ષ ની લાગણી પ્રસરી ગઈ હતી.

કાલોલ કોલેજના વિદ્યાર્થીઓ,પતંગલી યોગપીઠ અને કાલોલ શહેરા ભાજપા મહિલા મોરચાના સંયુકત ઉપક્રમે કાલોલની અંબિકા સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

9 ઓગસ્ટે રજા જાહેર કરવા કોંગ્રેસનું આવોદન
સંતરામપુર શહેર કોંગ્રેસ દ્વારા સંતરામપુર કોલેજમાં તા.9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં એક દિવસની રજા જાહેર કરવા આવેદનપત્ર આપેલ છે. જેમાં શહેર કોંગ્રેસના પ્રમુખ દિપેશ પ્રજાપતિ, સુનિલ માળી, પવન ડામોર અજ્રુદીન કોઠારી તેમજ વિધાર્થીઓ દ્વારા આપેલ હતું.

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં 6 ઓગસ્ટે રક્તદાન શિબિર યોજાશે
દાહોદ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ 9 ઓગષ્ટે ઉજવાનારા વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં તા.6 ઓગષ્ટના રોજ સવારે 10 કલાકે પીટીસી કોલેજ સામે હનુમાનજી મંદિર પાસે ઝાલોદ રોડ દાહોદ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત થયેલ આ શિબિરમાં ઉમળકાભેર ભાગ લઇ કોઈકની જિંદગી બચાવતું રક્તનું મહાદાન કરવા આદિવાસી સમાજના અગ્રણીઓએ અપીલ કરી છે.

દેશભક્તિ સુત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરાયું
દેવગઢ બારિયાની આર્ટસ કોમર્સ કોલેજમાં સ્વર્ણિમ ગુજરાતની સપ્તધરા ધારા દેશભક્તિ સુત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજમાંથી કુલ 26 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે રાધાબેન રાઠવા, દ્વિતીય ક્રમે હિમાનીબેન ચૌહાણ તથા સુરેખાબેન રાઠવા, તૃતીય ક્રમે નિરાલીબેન સોલંકી તથા સંજય પટેલ પ્રાપ્ત કહ્યો હતો.

કોઠંબા ઉડાન સ્કૂલમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી
પટવાણ પ્રા.શાળામાં રસીકરણ કાર્યક્રમ યોજાયો
લીમખેડા તાલુકામાં આવેલી પટવાણ પ્રા.શાળામાં તા.2 ઓગષ્ટને ગુરૂવારના રોજ ઓરી-રૂબેલાની રસીકરણ કાર્યક્રમનું આયોજન થયું હતું. શાળામાં ધો.1 થી 8માં કુલ 270 જેટલા બાળકોને પી.એચ.સી. ચૈડીયાની ડોક્ટરોની ટીમ દ્વારા બાળકોને સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હતું.

સંજેલી તા.કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરૂપૂજન કાર્યક્રમ યોજાયો
સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સંજેલી ખાતે સંતરામપુર રોડ પર આવે વાણીયા ઘાટી ખાતે હનુમાન દાદાના મંદિરે પુજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

લીમખેડા તા.યુ.મો. ભાજપની કારોબારી બેઠક
લીમખેડા તાલુકા યુવા મોરચા ભાજપના પ્રમુખ ચિરાગભાઈ શાહની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઇ હતી. પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય મેહુલભાઈ ગારી, દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ નિરજ મેડા, મહામંત્રી સતીષ પરમાર, ઉપપ્રમુખ વિજ્ય જૈન વિગેરેની ઉપસ્થિતીમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.

કોઠંબા ઉડાન સ્કૂલ ના બાળકોએ ઉજવેલો ફ્રેન્ડશીપ ડે. જેમાં ભૂલકાઓએ પોતાની આવડત છે બનાવેલ પોસ્ટરો દ્વારા એકબીજાને ફ્રેન્ડશીપ ડે પાઠવી ઉજવણી કરી હતી.

દલુનીવાડી ગુજરાતી કુ.શાળામાં બાળચૂંટણી
દલુનીવાડી ગુજરાતી કુમાર શાળામાં બાળ સંસદની ચુંટણી લોકશાહી ઢબે કરાઈ હતી. જેમાં ધો.3 થી 8ના બાળકોએ પોતાના વોટનો ઉપયોગ કરીને ચુંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. લોકશાહી ઢબે કરવામાં આવેલી ચુંટણીમાં જાહેરનામાથી લઇને ચુંટણી પરિણામ સુધીની તમામ પ્રક્રિયા કરવામાં આવી હતી.

સાદરા પ્રાથમિક શાળામાં મિશન વિદ્યા અંતર્ગત છાત્રોને પ્રોત્સાહીત કરાયાં
સાદરા પ્રાથમિક શાળામાં મિશન વિદ્યા અંતર્ગત અનિયમિત અને સતત ગેરહાજર રહેતા બાળકોને નિયમિત રીતે શાળાએ આવવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે સાદરા શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો તરફથી જુલાઈ 2018ના માસમાં 100% હાજરી ધરાવતા છાત્રોના નામનો લકી ડ્રો કરાયો જેમાં વિજેતા થનાર ધો.7ની બાલિકાનું મોબાઇલ ફોન ભેટમાં આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...