નવાગામ ચોકડી ઉપરથી 494 બોટલ દારૂ ઝડપાયો

નવાગામ ચોકડી ઉપરથી 494 બોટલ દારૂ ઝડપાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:25 AM IST
દાહોદ સ્થિત નવાગામ ચોકડી ઉપર 40,720નો ઈંગ્લીશ દારૂનો જથ્થો હેરાફેરી કરવા બાઈક ઉપર નીકળેલા બે ખેપિયાને 10,000ની બાઈક સહિત 50,720ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી હતી. કતવારા પોલીસ ગતરોજ બપોરે નવાગામ ચોકડી પર નાકાબંધી કરીને આવતા જતા તમામ વાહનો પર બાજનજર રાખીને ઉભી હતી તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતી બાઇક પોલીસે શંકાસ્પદ લાગી હતી. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બાઈક ભગાવવાની કોશિશ કરતા પોલીસે કોર્ડન કરીને ગલાલીયાવાડ ગણેશ સિસોદિયા તથા મધ્યપ્રદેશના ઝાબુઆના પીડીયા સંગાડાની અટક કરી બાઈક પરથી 40,720 ની કુલ કિંમતના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 494 ભરેલા થેલા ઝડપી મુદ્દામાલ કબજે લીધો હતો.આ સંબંધે કતવારા પોલીસ તપાસ હાથ ધરી છે.

X
નવાગામ ચોકડી ઉપરથી 494 બોટલ દારૂ ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી