ડાંગરિયામાં દંપતિનું બાઇક રોકીને 60 હજારની ચેનની લૂંટ

વતન ગુણેલીથી બારિયા આવતી વખતે બનેલી ઘટના

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
ડાંગરિયામાં દંપતિનું બાઇક રોકીને 60 હજારની ચેનની લૂંટ
દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામે બાઇક પર આવી રહેલા દંપતિને રોકીને લુટારુ 60 હજારની કિંમતની ચેનની લુંટ કરીને ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો.આ બનાવ અંગે દેવગઢ બારિયા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરાના ગુણેલી ગામના મૂળ વતની અને હાલ દે. બારિયાનાં શિક્ષક કાંતીભાઇ ભરવાડ પોતાના પત્ની જસીબેન સાથ અને તેમની સાળીના 7 વર્ષિય દિકરા અલ્કેશને સાથે લઇને બાઇક ઉપર પરત આવી રહ્યા હતાં. તે વખતે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ડાંગરિયા ગામે પીકઅપ સ્ટેન્ડની આગળ આવતાં બાઇક પર આવેલા લુટારુઓએ બળજબરીથી દંપતિની બાઇક રોકાવીને ચાવી કાઢી લીધી હતી. ધાકધમકી આપીને જસીબેન સાથે ઝપાઝપી કરીને તેમના ગળામાં પહેરી રાખેલી 60 હજારની કિંમતની ચેનની લુંટ કરી હતી. આ વખતે પાછળથી બાઇક ઉપર આવેલા અન્ય બે યુવકોએ પણ ધમકી આપી હતી. આ વખતે જ એક રેંકડો આવી જતાં ચારેય લુટારુ ફરાર થઇ ગયા હતાં. ઘટના અંગે કાંતીભાઇએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
ડાંગરિયામાં દંપતિનું બાઇક રોકીને 60 હજારની ચેનની લૂંટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App