• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • દાહોદ જિલ્લાની આશ્રમ શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફની અછત વર્તાઇ

દાહોદ જિલ્લાની આશ્રમ શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફની અછત વર્તાઇ

દાહોદ જિલ્લાની આશ્રમ શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફની અછત વર્તાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:25 AM IST
દાહોદ જિ.ની આશ્રમ શાળાઓમાં ધો1થી 8માં 150 માન્ય સંખ્યા અને ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળામાં ધો 9થી 10માં 150 માન્ય સંખ્યા તેમજ ઉચ્ચતર ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળામાં 160 માન્ય સંખ્યા હોય છે. દાહોદ જિલ્લામાં 132 આશ્રમ શાળાઓ, ઉત્તર બુનિયાદી આશ્ર્મશાળાઓ અને ઉચ્ચક બુનિયાદી આશ્રમ શાળાઓમાં હાલમાં પટાવાળા કમાઠી, રસોઇયા, મદદનીશ રસોઇયા અને રસોડા નોકરીની 108 જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પણ લાંબા સમયતી ખાલી છે. આશ્રમ શાળાઓ, ઉ.બુ આશ્રમ શાળાઓના આદિવાસી વિદ્યાર્થીઓને સમયાનુસાર રસોઇ મળે તે માટે અને સંચાલકોને આર્થિક બોજો ન પડે તે માટે 108 ખાલી જગ્યા આઉટ સોર્સથી ભરવા માટે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ગોપાલભાઇ ધાનકાએ આદિજાતિ વિકાસ કમીશ્નરને રજૂઆત કરી હતી

ક્યાં કેટલી જગ્યા ખાલી

વિગત કુલ સંખ્યા જુ.ક્લાર્ક પટાવાળા ચોકીદાર રસોઇયા મ.રસોઇયા રસોડા નોકર

આશ્રમ શાળા 107 00 00 23 17 22 27

ઉ.બુ આશ્રમ શાળા 16 01 02 00 01 02 02

ઉ.ઉ.બુ આશ્રમ શાળા 09 02 01 02 03 02 01

X
દાહોદ જિલ્લાની આશ્રમ શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફની અછત વર્તાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી