• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • તોયણીમાં પરિણીતાને લગ્નનું દબાણ કરી યુવાને અડપલાં કર્યા

તોયણીમાં પરિણીતાને લગ્નનું દબાણ કરી યુવાને અડપલાં કર્યા

મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
તોયણીમાં પરિણીતાને લગ્નનું દબાણ કરી યુવાને અડપલાં કર્યા
દેવગઢ બારીયાના તોયણી ગામે રહેતી 20 વર્ષીય પરિણીત યુવતી તા. 7-8-‘18 ના રોજ રાતના સમયે ઘરે એકલી હતી. ત્યારે આ મહિલાની એકલતાનો લાભ લઇ પીપલોદ ગામના શૈલેષભાઈ ગોપાલભાઈ હરીજન નામના યુવાને મહિલાને પકડી શારીરિક અડપલા કરી બીભત્સ ચેનચાળા કર્યા હતા. અને લગ્ન કરવા માટે અને સાથે આવવા માટે દબાણ કરતા યુવતીએ સાફ ના પાડતા ઉશ્કેરાયેલા શૈલેષ હરીજને મહિલા સાથે ગાળાગાળી કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને બાદમાં ફરાર થઇ ગયો હતો. શારીરિક અડપલાનો ભોગ બનેલી મહિલાએ દેવગઢ બારિયા પોલીસને આ સંદર્ભે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

X
તોયણીમાં પરિણીતાને લગ્નનું દબાણ કરી યુવાને અડપલાં કર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App