Home » Madhya Gujarat » Latest News » Dahod » દાહોદમાં 15 મિનિટ વરસાદી ઝાપટું થતા ઉલટાની ગરમીની અનુભૂતિ

દાહોદમાં 15 મિનિટ વરસાદી ઝાપટું થતા ઉલટાની ગરમીની અનુભૂતિ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:25 AM

બપોરે ઉનાળા જેવી ગરમીનો આભાસ

  • દાહોદમાં 15 મિનિટ વરસાદી ઝાપટું થતા ઉલટાની ગરમીની અનુભૂતિ
    દાહોદમાં ગત 24 જુલાઈએ વરસાદ પડેલો ત્યારબાદ છેલ્લા પખવાડીયાથી દાહોદનું ચોમાસું ગુમ થઇ જતા દાહોદ અને આપણા વિસ્તારોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે. ત્યારે ‘વિશ્વ આદિવાસી દિવસ’ 9 ઓગષ્ટે સવારથી જ દાહોદનું આભ ઘેરાયેલું જોવાતા મોટા વરસાદની સંભાવનાઓ પ્રબળ બની હતી. પરંતુ, બપોરના સમયે દાહોદમાં માંડ 15-20 મિનીટ અને તે પણ માત્ર રસ્તા પલાળે તેવી ઝરમર ધારે ઝાપટું પડ્યું હતું. જેના કારણે ઊલટાની ગરમી વધવા પામી હતી. દાહોદ શહેર, તાલુકા અને જિલ્લામાં વરસાદ સમૂળગો ખેંચાતા લોકો ખાસ કરીને બપોરના સમયે તો ઉનાળા જેવી ગરમીથી ત્રાસી જાય છે. જો કે રાતના સમયે ઠંડો પવન નીકળવાના કારણે થોડીઘણી રાહત થાય છે. આમ બેવડી ઋતુના પરિણામે દાહોદમાં શરદી, ખાંસી, ગળાના દર્દો કે વાયરલ ઇન્ફેકશનના દર્દીઓની સંખ્યા વધવા પામી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending