દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય સાંસ્કૃતિક રેલી

ધો.10ના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માન કરાયું સમાપન સભામાં આદિવાસી ગીતોની રમઝટ જામી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય સાંસ્કૃતિક રેલી
દાહોદ ખાતે અત્યંત ભવ્યતાથી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી થઇ હતી. આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા વિવિધ ટેબ્લો, ગીત-સંગીત, નૃત્ય, ઢોલવાદકો સાથે નીકળેલી આ રેલી દાહોદવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની હતી. શહેરમાં વહેલી સવારથી જ આ દિવસની શુભકામનાઓ આપી હતી. ઝુલડી, ભોરીયું, લાકડી, તીરકામઠું સહિતના પરંપરાગત પરિવેશમાં ઘૂમતા આદિવાસી યુવાનોથી દાહોદના તમામ માર્ગો ભરચક બન્યા હતા. નવજીવન સાયન્સ કોલેજ ખાતેથી રેલી નીકળી હતી. જેનું સિટી ગ્રાઉન્ડ ખાતે સમાપન થયું હતું. ત્યારે ઉપસ્થિતોને સંબોધન સાથે આદિવાસી ગીતોની રમઝટ જામી હતી. બીજી તરફ શાળા ત્રિવેણીના અર્બન ક્રીડાંગણ ખાતે ગુજરાતના મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિતના અગ્રણી અધિકારીઓ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સભાનું આયોજન થયું હતું. તેમાં ગામના અગ્રણી અને ગુરૂગોંવિદ ધામના મહંત નરસિંહભાઇ નીનામા અને બકાભાઇ ભાભોરનું મંત્રીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ વિસ્તારના ધો-૧૦ના આદિવાસી સમાજના તેજસ્વી વિધાર્થીનીઓનું શીલ્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના ટીમરૂ પાન કરી ધંધો વ્યવસાય કરી રોજગારી મેળવા ભાઇ-બહેનો તથા સહભાગી વન વ્યવસ્યા મંડળીને મળી કુલ રૂા. ૪.૫૭ લાખના ચેકોનું વિતરણ પણ કરાયું હતું.

દાહોદ શહેરમાં આદિવાસી દિવસની ધુમધામથી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધો.10ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સ્ન્માન સાથે સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતાં. તસવીર સંતોષ જૈન

X
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય સાંસ્કૃતિક રેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App