ઓછામાં ઓછી એક રમતમાં શાળા ફરજીયાત ભાગ લેશે

દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભના ભાગરૂપે આયોજન

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
ઓછામાં ઓછી એક રમતમાં શાળા ફરજીયાત ભાગ લેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે તા.૦૨ થી ૩૧ દરમ્યાન ખેલમહાકુંભનું આયોજન કર્યું જેમાં શાળા / ગ્રામ્ય, તાલુકા / ઝોન, જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. ખેલમહાકુંભ-૨૦૧૮ માં ભાગ લેવા માટે ઓન લાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત હોય શાળા કક્ષાએ ૧૪ વર્ષથી નીચે તથા ૧૭ વર્ષથી નીચેની વયજુથમાં ખેલમહાકુંભની ઓછામાં ઓછી એક રમતમાં દાહોદ જિલ્લાની તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે. આ માટે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું થાય છે. તદ્નુસાર ખેલમહાકુંભ-૨૦૧૮ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૨ થી તા.૩૧ સુધી થઈ શકશે. ખેલાડીઓએ ઓનલાઈન તેમજ કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકાશે. ૧૭ વર્ષથી ઉપર (અભ્યાસ ન કરતા), ૪૦ વર્ષથી ઉપર તથા ૬૦ વર્ષનાં ખેલાડીઓએ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે.

X
ઓછામાં ઓછી એક રમતમાં શાળા ફરજીયાત ભાગ લેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App