• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદો દ્વારા સાપ વિષે પરિસંવાદ

દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદો દ્વારા સાપ વિષે પરિસંવાદ

ઝેરી- બિનઝેરી સાપ નીકળવાનું પ્રમાણ વધ્યું છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળના 
 સર્પવિદો દ્વારા સાપ વિષે પરિસંવાદ
દાહોદમાં ચોમાસું દિવસોમાં અનેક પ્રકારના ઝેરી- બિનઝેરી સાપ નીકળવાનું પ્રમાણ ખૂબ માત્રામાં વધ્યું છે. ત્યારે દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા તેને સલામતીથી પકડી લઇ સુરક્ષિત સ્થાને પહોંચાડવાનો સેવાયજ્ઞ પણ સુપેરે ચાલી રહ્યો છે. દાહોદના લોકોમાં આ સંદર્ભે જાગૃતિ આવે તેવા શુભાશયથી મંડળના સર્પવિદો શહેરની સ્કુલ-કોલેજો અને અન્ય સંસ્થાઓમાં સાપ વિષે માહિતી આપવાનો અભિગમ દાખવતા રહ્યા છે. બુધવારે દાહોદની નવજીવન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રકૃતિ મિત્ર મંડળના જુઝર બોરીવાલા તથા પ્રતિક જૈને ધામણ, ડેન્ડવાડું જેવા દાહોદમાંથી જ પકડાયેલ બિનઝેરી સાપ લઇ જઈ જીવંત નિદર્શન કરી તે વિશેની રોચક માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રો. ડો કે.ટી.જોશી સહિતના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળના 
 સર્પવિદો દ્વારા સાપ વિષે પરિસંવાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App