તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદથી યુવાનો બાઇક પર લેહ લદાખના પ્રવાસે નીકળ્યા

દાહોદથી યુવાનો બાઇક પર લેહ-લદાખના પ્રવાસે નીકળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદથી ગુરુવારે સવારે બે યુવાનો મોટરસાયકલ ઉપર અઘરા ગણાતા લેહ-લદાખના પ્રવાસે રવાના થયા હતા. વડોદરામાં રહી ટ્રાવેલ કંપનીમાં જોબ કરતા 33 વર્ષીય સાહિલ અનિસકુમાર દેસાઈ અને તાજેતરમાં જ પોતાનો BE કમ્પ્યુટરનો અભ્યાસ પૂર્ણ કરી સોફ્ટવેરનો વ્યવસાય આરંભનાર 20 વર્ષીય તીર્થ મિલનકુમાર શાહ, બંને તરવરાટ ધરાવતા બાઇકપ્રેમી યુવાનો છે. તેઓએ સાહસની સાથે પર્યાવરણ જાગૃતિ, કુદરતી સ્થળો સાથે એક થ્રિલ સાથે જોડાવાના શુભાશય સાથે બાઇક ઉપર લેહ લદાખ પ્રવાસ માટે કરવાનો વિચાર કર્યો. લગભગ 6 મહિના બરફથી ઢંકાયેલા રહેતા લડાખના બહુધા માઇનસ ડિગ્રી રહેતા તાપમાન ધરાવતા સ્થળોએ અને તે પણ બાઈક દ્વારા જવા માટે તેમના માતાપિતાએ પરવાનગી આપી છે. આ બંને યુવાનો દાહોદથી લેહ-લડાખ સુધી બાઇક પર જશે. આશરે 40 થી 45 દિવસના આ પ્રવાસમાં તેઓ કુલ 7500 થી 8000 કિમીનો પ્રવાસ ખેડવાના છે. સાહિલ તો ભૂતકાળમાં ખારડુંગલા, ચાંગલા લામાલુરુ, લીકીર જેવા લેહ-લડાખના ઝોનનો પ્રવાસ આ જ બાઇક ઉપર આ અગાઉ પણ બે વખત ખેડી ચૂક્યો છે. એટલે હાલમાં અમેરિકાની ટુર માટે ગયેલા તેના માતાપિતાને આ વખતે હવે તેના ત્રીજા પ્રવાસ માટે કોઈ ચિંતા નથી.આ સમયે દાહોદ દશાનીમા વણિક સમાજના અનેક અગ્રણીઓએ આ વણિક યુવાનોને શુભકામનાઓ પાઠવી હતી.

દાહોદથી બે યુવાનો બાઇક ઉપર લેહ-લદાખના સાહસિક પ્રવાસે નીકળ્યા હતા. : તસવીર સંતોષ જૈન

GPS સિસ્ટમથી માબાપને અપડેટ કરીને પ્રવાસનો પ્રારંભ કર્યો
આ પ્રવાસ દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે તીર્થે તેની બાઇકમાં લેટેસ્ટ જીપીએસ ટેક્નોલોજી સાથે ટુલ્સ પણ સાથે રાખ્યા છે જેથી રસ્તામાં કોઇ તકલીફ ન પડે. અને વળી, આ સુવિધા થકી તેમની દરેક મુવમેન્ટ પર દાહોદની બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા તેના પિતા ઘરબેઠા જ GPS સિસ્ટમથી નજર રાખી શકશે. આમ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી માતાપિતા પણ નિશ્ચિંત બન્યા છે.

જાણીતા હીલ સ્ટેશનોની મુલાકાતનો રોમાંચ
આ યુવાનોનો બાઈક દ્વારા દાહોદથી ગુરુવારે સવારે નીકળ્યા બાદ રાજસ્થાનમાં આવેલ વૈષ્ણવ યાત્રાધામ નાથદ્વારા, જયપુર, નૈનિતાલ,મસુરી,શિમલા, નારકંડા, મનાલી, લેહ, કારગીલ, લડાખ, પાદુમ, તુર્તુક, પેન્ગોંગ, કસોલ થઇ અમૃતસરથી દાહોદ પરત પ્રવાસ પૂર્ણ કરવાનો કાર્યક્રમ છે.

અન્ય સમાચારો પણ છે...