તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદ ભાજપ દ્વારા સૈફુદ્દીન સોઝના પૂતળાને જૂતાનો હાર પહેરાવાયો

દાહોદ ભાજપ દ્વારા સૈફુદ્દીન સોઝના પૂતળાને જૂતાનો હાર પહેરાવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ. દાહોદ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના કાશ્મીરના નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સેફફુદીન સોઝે ના. વડાપ્રધાન સરદાર પટેલ માટે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બદલ તેના પૂતળાને જૂતાનો હાર પહેરાવાનો કાર્યક્રમ પાલિકા ચોક ખાતે યોજાયો હતો. ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની, શહેર ભાજપ પ્રમુખ કમલેશ રાઠી, નગરપ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, ભાજપ દંડક અરવિંદ ચોપરા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લુણાવાડા ખાતે ભાજપના કાર્યકર્તા દ્વારા વિરોધ કરાયો
મહી.ના ભાજપ ના કાર્યકર્તા દ્વારા સૈફ્ફુદ્દીન સોઝ નુ પૂતળા પર સહી નાખી હતી.તેમજ ચંપલો મારવામાં આવ્યા હતા.લુણેશ્વર ચોકડી પર પૂતળા ને સહી લગાવી અને ચંપલો મારવામાં આવ્યા હતા.જેમાં મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ પણ હાજર રહ્યા હતા.તેમજ સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ , મહામંત્રી દશરથસિંહ બારીયા સહિતના હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...