તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • શિક્ષણમાં સુધારા માટે નિવૃત્ત અધિકારીઓની સેવા પણ લેવાશે

શિક્ષણમાં સુધારા માટે નિવૃત્ત અધિકારીઓની સેવા પણ લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટિકલ રિપોર્ટર | ગાંધીનગર

વડાપ્રધાન મોદીએ દેશનાં 115 જિલ્લાઓને પસંદ કરી શિક્ષણમાં ક્યાં સુધારાને અવકાશ છે તેનો નિર્દેશ કરતા 8 ઈન્ડિકેટર્સ નક્કી કર્યા છે. તેમાં ગુજરાતના 2 જિલ્લાઓ નર્મદા અને દાહોદનો સમાવેશ કરાયો છે. આ મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વાંચન, ગણન અને લેખનમાં નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા ચુડાસમાએ આદેશ કર્યો હતો.

ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતુંકે, નબળા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓની સ્થાનિક ભાષા-બોલી સમજી શકે તેવા શિક્ષકોની સેવા લેવી અને જરૂર પડ્યે શિક્ષણ ઉપરાંત અન્ય વિભાગના નિવૃત્ત અધિકારીઓની પણ સેવા લેવામાં આવશે. સાથે જ સીઆરસી, બીઆરસી, ડીપીઈ નિયમિત રીતે શાળાના આચાર્યના સંપર્કમાં રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શિક્ષણમાં સુધારાની તમામ જવાબદારી માત્ર સરકારની જ છે, એવી સમાજની સર્વમાન્ય ધારણા દૂર કરવા આ પ્રક્રિયામાં સમાજના શ્રેષ્ઠીઓને પણ સહભાગી બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...