તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • બાળકો ઉપાડતી ગેંગના મેસેજ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરાશે

બાળકો ઉપાડતી ગેંગના મેસેજ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો ઉપાડતી ગેંગના ખોટા મેસેજ વાયરલ થવાના પગલે અમદાવાદમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દાહોદ જિલ્લામાં પણ કેટલાંક લોકો દાહોદ પોલીસના નામે મેસેજ વાયરલ કરતાં હોવાથી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.

નાના બાળકોને ઉઠાવી જતી ગેંગ ગુજરાતમાં અને ખાસ કરીને દાહોદમાં સક્રિય થઇ હોવાની ક્લિપ્સ અને મેસેજો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે તે સંદર્ભે પોલીસ તંત્ર તરફથી આ બાબતે કેટલીક સાવધાની રાખવા જણાવ્યું છે. આવા મેસેજો અંતર્ગત તમામ સોશિયલ મીડિયામાં બાળકોને ઉઠાવી જતી ગેંગ, દાહોદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરે છે તેવી વાત વહેતી થાય છે જે તદ્ન ખોટી છે હોવાનું જિલ્લા પોલીસ વડા પ્રેમવીરસિંગે જણાવ્યું હતું. આવી વાતોથી કોઇએ ભરમાવું નહીં. ખોટી અફવાઓ ફેલાવવી નહીં. નહીંતર તેના ઉપર કાયદેસરના પગલા લેવામા આવશે. આ બાબતને કોઈ આધારભૂત સમર્થન પ્રાપ્ત નથી થયું. તેમ છતાંય જો આવી કોઇ આધારભૂત માહિતી મળે તો કંટ્રોલ રૂમને 100 નંબર ઉપર જાણ કરવા અથવા નજીક્ના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે. નાના બાળકો રમતા હોય ત્યારે ઘરથી દુર ના જાય તેનું ધ્યાન રાખી આસપાસ કોઈ અજાણી વ્યક્તિ જોવા મળે તો તેની સાથે સીધેસીધી મારઝૂડ કરવા બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું છે. સોશિયલ મીડિયામાં કોઈ વિડીઓ આવે તો તેને સમજ્યા વગર ખોટી રીતે વાયરલ ના કરતા ખરાઈ કરવી. ખોટી વાતો ફેલાવનારા વિરુધ્ધમાં ભારતીય દંડ સંહિતા(IPC) ની કલમો અનુસાર FIR દાખલ કરાશે.

કેટલાંક લોકો આઇડેન્ટિફાય થયા છે
બાળકો ઉપાડવાની ગેંગ વાળા મેસેજ વાયરલ કરનારા કેટલાંક લોકો આઇડેન્ટીફાય થયા છે. અમે તેમની સામે પુરાવા ભેગા કરી રહ્યા છીયે, આગામી સમયમાં તેમની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.પ્રેમવીરસિંગ, પોલીસ વડા, દાહોદ

અન્ય સમાચારો પણ છે...