500 લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવતાં શીખશે

દાહોદમાં 5 દિવસીય વર્કશોપ યોજાશે

DivyaBhaskar News Network | Updated - Sep 06, 2018, 02:21 AM
Dahod - 500 લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવતાં શીખશે
વિવિધ ધાર્મિક વિસર્જનથી નદી-તળાવ જેવા કુદરતી જળસ્ત્રોતને નુકશાન ના પહોંચે તેવા હેતુથી દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા આવતીકાલ તા. 7 થી 11 સપ્ટેમ્બરના દિવસો દરમ્યાન પાંચ દિવસ શિબિર યોજાશે.

પ્લાસ્ટર ઓફ પેરીસ, થર્મોકોલ અને કૃત્રિમ રંગોથી બનતી જે તે ધર્મની પ્રતિકૃતિઓથી કુદરતી જળસ્ત્રોત દુષિત ના થાય તેવા શુભાશયથી આ વખતે ગણેશજીની ઘાસ, નખશિખ કુદરતી તત્વોથી બનાવતા શીખવાડશે. આ વર્ષે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ જયારે નજીક છે ત્યારે દાહોદના નગરજનો કૃત્રિમ તત્વો બદલેઘાસ, લોટ, ચૂનો, હળદર, માટી, ગેરુ અને ઘરમાં જોવાતી નકામી વસ્તુઓ જેવીકે ટુથપીકથી લઇ પેનનું ઢાંકણ જેવા પર્યાવરણ માટે બિનહાનિકારક તત્વોમાંથી ગણતરીના કલાકોમાં જ પ્રતિમાઓ બનાવતા શીખવાશે.

...અનુ. પાન. નં. 2

X
Dahod - 500 લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવતાં શીખશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App