ઉત્પાદન-કાચા માલની તકલીફોનું નિરાકરણ જરૂરી

DivyaBhaskar News Network

Sep 07, 2018, 02:21 AM IST
Dahod - ઉત્પાદન-કાચા માલની તકલીફોનું નિરાકરણ જરૂરી
એમ.એસ.એમ.ઈ. ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તથા નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા.6 સપ્ટેમ્બરના રોજ દાહોદના ઉધોગપતિઓ કાજે એક સેમિનાર યોજાયો હતો. ઉદ્યોગપતિઓને વિવિધ સ્કીમોનો લાભ મળે તેવા શુભાશયથી દાહોદના ઇન્ડિયન રેડક્રોસ ભવન ખાતે જિલ્લા કલેક્ટર વિજય ખરાદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ એમ.એસ.એમ.ઈ.ના ડાયરેક્ટર કમલસિંઘ, એન.એસ.આઈ.સી.ના ઝોનલ જનરલ મેનેજર પી.કે.ઝા, કે.વી.આઈ.સી.ના સ્ટેટ ડાયરેકટર સંજય હેડાઉ, અને અમદાવાદ આઈ.જી.ટી.આર.ના જનરલ મેનેજર ઇન્દ્રકુમાર હરિરામાની ઉપસ્થિત રહ્યા હતા. તો દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પી.એમ.હિંગુએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા બક્ષી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં દાહોદના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના વક્તવ્ય બાદ ફેડરેશન ઓફ દાહોદ ઇન્ડસ્ટ્રસ્ટ્રીઝના પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈએ ઉદ્યોગપતિઓ વતી સંવેદના પ્રગટ કરતા ઉત્પાદન અને કાચા માલ સંદર્ભે દાહોદમાં પડતી તકલીફોનું સત્વરે જે તે નિરાકરણ લાવવા આહ્વાન કર્યું હતું. જી.આઈ.ડી.સી.માં ફાજલ પડેલ જમીનના ભાવ આસમાને ગયા છે ત્યારે તેનો ભાવ નિયંત્રણમાં આવે તો મોટા ઉદ્યોગોને પુરક બની રહે તેવા નાના ઉદ્યોગગૃહો પણ દાહોદમાં ધમધમતા થઇ શકે અને એ રીતે પણ દાહોદ ભવિષ્યમાં રાજ્યના મસમોટા ઇન્ડસ્ટ્રસ્ટ્રીઝ ઝોન તરીકે યોગ્ય ઠરી શકે તેવી

...અનુ. પાન. નં. 2

X
Dahod - ઉત્પાદન-કાચા માલની તકલીફોનું નિરાકરણ જરૂરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી