મેન્દ્રા ચોકડીથી ગાય સહિતના ચાર પશુ સાથે જીપ ઝડપાઇ

બે ગાય, એક બળદ અને બકરો મળ્યો : ચાલક ફરાર પોલીસે 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:21 AM
Dahod - મેન્દ્રા ચોકડીથી ગાય સહિતના ચાર પશુ સાથે જીપ ઝડપાઇ
દેવગઢ બારિયા તાલુકાના મેન્દ્રા ચોકડી ઉપર પશુધનની હેરાફેરી કરતી એક લોડિંગ જીપ ઝડપાઇ હતી. આ જીપમાંથી ગાય, બળદ અને બકરો મળી આવ્યો હતો. પોલીસને જોઇને ચાલક જીપ મુકીને ફરાર થઇ જતાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દેવગઢ બારિયાની મેન્દ્રા ચોકડી ઉપર બપોરના 3.30 વાગ્યાના અરસામાં પોલીસે એક જીજે-20-યુ-5102 નંબરની ટાટા એસી જીપને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ જીપમાં પશુ ભરેલા હોવાથી ચાલક આગળ હંકારી દઇને ચાલક ફરાર થઇ ગયો હતો. આ જીપના પાછળના ભાગે ઘાસ-ચારાની વ્યવસ્થા વગર ક્રુરતાથી બાંધેલો એક બળદ, બે ગાય અને એક બકરો મળી આવ્યો હતો. પોલીસે 17હજાર રૂપિયાનું પશુધન કબજે લઇને પાંજરાપોળ મોકલ્યું હતું. આ સાથે 70 હજારરૂપિયાની જીપ જપ્ત કરીને એએસઆઇ અર્જુનભાઇએ જીપના નંબરના આધારે ફરિયાદ નોંધાવી હતી.

X
Dahod - મેન્દ્રા ચોકડીથી ગાય સહિતના ચાર પશુ સાથે જીપ ઝડપાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App