દાહોદમાં આજે તરુણ સાગરજીની શ્રદ્ધાંજલિ સભા

દાહોદ. ક્રાંતિકારી રાષ્ટ્ર સંત તરીકે ઓળખાતા જૈન મુની તરુણ સાગરજીનું ગત સપ્તાહે અવસાન થયું છે. ત્યારે દાહોદ...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:21 AM
Dahod - દાહોદમાં આજે તરુણ સાગરજીની શ્રદ્ધાંજલિ સભા
દાહોદ. ક્રાંતિકારી રાષ્ટ્ર સંત તરીકે ઓળખાતા જૈન મુની તરુણ સાગરજીનું ગત સપ્તાહે અવસાન થયું છે. ત્યારે દાહોદ શહેરમાં બે વખત ભૂતકાળમાં પધારી ચૂકેલ સંત તરુણ સાગરજીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે સર્વ ધર્મ કર્મ સમાદર સમિતિ તથા સમસ્ત જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે રવિવારે તા.9 સપ્ટેમ્બરના રોજ બપોરે ૩.૩૦ થી 6 દરમ્યાન ગ્વામી વિવેકાનંદ સંકુલ સ્થિત પં. દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે શ્રદ્ધાંજલિનો જાહેર કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દાહોદના નગરજનોને પધારવા આયોજકો તરફથી જણાવ્યું છે.

X
Dahod - દાહોદમાં આજે તરુણ સાગરજીની શ્રદ્ધાંજલિ સભા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App