સાલિયામાં દારૂની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઇ

Dahod - સાલિયામાં દારૂની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઇ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:21 AM IST
દેવગઢ બારિયા તાલુકા સાલિયા ગામે સાંજે શંકાન આધારે બે મહિલાના પોટલાની તપાસ કરતાં મકાઇ ડોડા નીચે વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. 7200 રૂપિયાની કિંમતની 144 બોટલો મળી હતી.

દેવગઢ બારિયા પોલીસ પેટ્રોલિંગમાં હોવાથી સાલિયા ગામે વણઝારા હોટલપાસે ગરનાળાની નીચેથી પોટલા લઇને પસાર થતી નઢેલાવ ગામની સુનીતાબેન દીનેશ ડામોર અને ભડભા અંજુબેન રમેશ માવીને શંકાના આધારે રોકવામાં આવી હતી. મહિલાના પોટલાની તપાસ કરવામાં આવતાં તેમાં મકાઇના ડોડા અને ઘર વખરીનો સામાન ભરેલો જોવા મળ્યો હતો. આ સામાનની નીચે ભરી રાખેલી વિદેશી દારૂની 144 બોટલો મળી આવી હતી. પોલીસે 7200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરીને બંને મહિલાની ધરપકડ કરી હતી. કોન્સ્ટેબલ પ્રદીપસિંહની ફરિયાદના આધારે બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

X
Dahod - સાલિયામાં દારૂની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી