Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - દાહોદના રેલવે કારખાનામાંથી કઢાયેલી માટીમાંથી લોખંડ શોધવા માટે કીડીયારૂ

દાહોદના રેલવે કારખાનામાંથી કઢાયેલી માટીમાંથી લોખંડ શોધવા માટે કીડીયારૂ

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:21 AM

વિસ્તાર વધારવા નવા બાંધકામ માટે પાયા ખોદવાની ચાલી રહેલી કામગીરી : ખાલી જગ્યામાં માટી ઠાવલવતાં લોકોની મોટી ભીડ ...

  • Dahod - દાહોદના રેલવે કારખાનામાંથી કઢાયેલી માટીમાંથી લોખંડ શોધવા માટે કીડીયારૂ
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દાહોદના રેલવે કારખાનાનો વિસ્તાર વધારવાના કામનો પ્રારંભ કર્યો છે. સ્પોર્ટસ ગ્રાઉન્ડની સામે પોસ્ટ ઓફીસ પાછળ કન્ટ્રક્શનનું કામ શરૂ કરી દેવાયું છે. ત્યારે તેની પાછળના ભાગે કારખાનાની અંદર જ પૂર્વ તરફ એક નવું બિલ્ડીંગ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. કારખાનાના અંદરના ભાગે આવેલી આ જગ્યા વર્ષોથી ખાલી જ પડી રહી હોવાથી વેસ્ટ અહીં ફેંકી દેવાતું હતું. નવા કન્ટ્રક્શન માટે અહીં પાયા ખોદવાની કામગીરી સાથે વધારાની માટી પણ કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ સ્થળેથી 300 ટ્રેક્ટર માટી નીકળવાનો અંદાજ છે. કારખાનામાંથી માટી કાઢવાની શરૂઆત સાથે જ શામેલ લોખંડ શોધવા માટે શ્રમજીવીલોકોની ભીડ ઉમટી હતી. રેલવે વિભાગે ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં જ આ માટી ઠાલવી હતી. ત્યારે માટીના ઢગલા પર ચઢીને લોખંડ શોધતાં જોવા મળ્યા હતાં. કેટલાંક શ્રમજીવી માટીમાંથી લોખંડ સાથે લાકડા પણ કાઢતાં જોવા મળ્યા હતાં. 300 ટ્રેક્ટર માટી બહાર કઢાય તેવો અંદાજ છે અને આ કામગીરી હજી એક સપ્તાહ સુધી ચાલશે.

    વિકાસ પાછળ કેટલાં રૂપિયા ખર્ચાશે

    રેલવે કારખાનાને 90 કરોડના ખર્ચે વિકસાવવાનો પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા બજેટમાં વિસ્તાર વધારવા,નવી મશીનરી ખરીદવા માટે 28,94,43,000, એમટીઆર સુવિધાના વિકાસ માટે 5.37કરોડ અને એન્જીન બનાવવાની ક્ષમતા વધારવા 16.95 કરોડ મળીને કુલ 51,26,43,000ની ફાળવણી કરાઇ છે.

    પાયા ખોદવાની કામગીરી ચાલે છે

    કારખાનાના વિસ્તારીકરણના ભાગ રૂપે પાયા ખોદવાની કામગીરી ચાલી રહી છે. 300 ટ્રેક્ટર જેટલી માટી નીકળવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. એન.ડી સાક્યાવર, CWM, દાહોદ રેલવે કારખાના

    દાહોદ શહેરમાં રેલવે કારખાનામાંથી નીકળેલી માટીમાંથી લોખંડ શોધવા માટે પડાપડી કરતાં લોકો. તસવીર સંતોષ જૈન

    300 ટ્રેક્ટર જેટલી માટી નીકળવાનો અંદાજ

    લોખંડ સાથે લોકો લાકડા ભેગા કરતાં જોવા મળ્યા

  • Dahod - દાહોદના રેલવે કારખાનામાંથી કઢાયેલી માટીમાંથી લોખંડ શોધવા માટે કીડીયારૂ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ