દાહોદમાં પર્યુષણ પર્વની શ્રદ્ધા સાથે થઇ રહેલી ઉજવણી

આચાર્ય શ્રી મહાશ્રમણજીના આદેશથી બે ઉપાસકો આવ્યા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:21 AM
Dahod - દાહોદમાં પર્યુષણ પર્વની શ્રદ્ધા સાથે થઇ રહેલી ઉજવણી
જૈન સમાજના પર્યુષણ પર્વના આરંભ સાથે જૈનબંધુઓ ભગવાનની આરાધનામાં મગ્ન બન્યા હતાં. દાહોદ શહેરમાં તેરાપંથ ભવન ખાતે પર્યુષણ પર્વની આરાધના માટે આચાર્ય શ્રી મહાશ્રમણજીના આદેશથી બે ઉપાસકો આવ્યા છે. જેમાં એક ખેડબ્રહ્મા પ્રવાસી શંકરલાલજી પીતાલિયા અને બીજા ભુજના પ્રભુભાઇ મહેતા બન્ને ઉપાષકો દ્વારા વિવિધ વિષયો ઉપર પ્રવચન પુરૂ પાડવામાં આવ્યું હતું.

સામાયીક દિવસના પ્રવચનમાં જણાવ્યું હતું કે, સામાયીકથી સમતા ભાવનો વિકાસ થાય છે. સામાયીક અમુલ્ય હોય છે. રાજા શ્રેણીકે પોતાની નરક યોની ટાળવા ભગવાન મહાવીરને પુછ્યુ, ભગવાન મારી મારા નરક યોનીને કેવી રીતે ટાળી શકાય ω ભગવાને કહ્યું, જો તમે પુર્ણિયા શ્રોનકની સામાયીક ખરીદ શકો તો, કાળ સોહિ કસાઇ એક દિવસ હિંસા બંધ કરે તો અને કપીલાદાસી દ્વારા દાન આપીશકે તો આ ટળી શકે તેમ છે. રાજાએ બધા જ પ્રયત્નો કર્યા છતાંય સફળતા મળી નહી. પૂર્ણિયા શ્રાવકે રાજા શ્રેણીકને કહ્યું સામાયીકનું મોલ હું જાણતો નથી, ભગવાન મહાવીર જ સામાયીકનું મોલ કરી શકે છે.

રાજા ત્યાં જાય છે. ભગવાનું ફરમાવ્યું રાજા શ્રેણીક સામાયીકનો કોઇ જ મોલ થઇ શકે નહી. સામાયીક જીવનનું અંગ બનવું જોઇએ. આમ પર્યુષણ નિમિત્તે દરરોજ શહેરના તેરાપંથ સભા ખાતે સવારે 6.15 થી 7.15 પ્રેક્ષાધ્યાન, આસાન, પ્રાણાયામ, સવારે 9 થી 10.25 સુધી પ્રવચન, રીર્થંકર, આચાર્યોનું જીવન ચારીત્ર્ય, બપોરે 2 થી 3 તત્વ ચર્ચા જીજ્ઞાસા સમાધાન અને સાંજે 6.45 થી 7.45 સુધી ગુરૂવંદના, પ્રતિક્રમણ અને 7.45 થઈ 8.45 સુધી પ્રવચનનો કાર્યક્રમ યોજાય છે જેમાં શહેરના જૈનબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

X
Dahod - દાહોદમાં પર્યુષણ પર્વની શ્રદ્ધા સાથે થઇ રહેલી ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App