આંબામાં પ્રેમી પંખીડાએ ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત કર્યો

બંને એક જ કુટુંબના હોવાથી પગલું ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:21 AM
Dahod - આંબામાં પ્રેમી પંખીડાએ ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત કર્યો
ઝાલોદ તાલુકાના આંબા ગામમાં એક જ કુટુંબના યુવક-યુવતિ વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.જોકે, બંનેના લગ્ન શક્ય ન હોવાથી તેમણે ઝાડ ઉપર એક સાથે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે લીમડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માિહતી અનુસાર, ઝાલોદ તાલુકાના આંબા ગામની છોકરી શિલ્પા રમેશભાઇ હઠીલા તથા છોકરો મેહુલભાઇ ગુલાબભાઇ હઠીલા એમ બન્ને જણા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને એક જ કુટુંબના હોવાને કારણે તેમના લગ્ન શક્ય ન હતાં. ત્યારે રાતના સમયે બંનેએ ગામની સીમમાં ઝાડ ઉપર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે કપિલાબેન હઠીલાએ લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

X
Dahod - આંબામાં પ્રેમી પંખીડાએ ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App