• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • સાલિયામાં તવેરાનો પીછો કરી દારૂ સાથે મહિલા સહિત પાંચને પકડ્યાં

સાલિયામાં તવેરાનો પીછો કરી દારૂ સાથે મહિલા સહિત પાંચને પકડ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે રાતના સમયે શંકાના આધારે એલીસીબીએ એક તવેરાને પીછો કરીને પકડતાં તેમાંથી 58 હજાર રૂપિયાના દારૂ સાથે વડોદરા અને રેંટિયાના પાંચ લોકોની ધરપકડ કરી હતી. દેવગઢ બારિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ એલસીબીએ રાતના સમયે સાલિયા ગામે નાકાબંધી ગોઠવી હતી.ત્યારે જીજે-18-બીએ-9373 નંબરની તવેરા ગાડીને પોતાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાલક ગાડી આગળ ધપાવી જતાં પીછો કરીને તે રોકવામાં આવી હતી.તપાસ દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂની 166 બોટલો કિંમત રૂપિયા58490ની મળી આવી હતી.ગાડીમાં સવાર રેટિંયા ગામનો દીનેશ જગજી ભાભોર, વડોદરાના જીવનગરનો અંકીત મોહન મારવાડી, વડોદરાના ખોડીયાર નગરનો બાદલ વિનોદ ઠાકુર, રોશનીબેન અનીલ ઠાકુર અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગાડીમાંથી ચાર મોબાઇલ પણ કબજે લીધા હતાં. આ મામલે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પાંચેય સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...