• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદમાં વિપક્ષના ઉપનેતાનું પદ મહિલાને ન ફળવાતા પ્રમુખને પત્ર

દાહોદમાં વિપક્ષના ઉપનેતાનું પદ મહિલાને ન ફળવાતા પ્રમુખને પત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ નગર પાલિકામાં વિરોધ પક્ષ તરીકે બિરાજમાન કોંગ્રેસની યાદવાસ્થળી સોમવારે ફરી એકવાર નજર સામે આવી છે. હાલમાં ભાજપનું શાસન ધરાવતી દાહોદ નગરપાલિકામાં ખાસ્સા સમયથી વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવતા કોંગ્રેસને ફાળે વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાનું સ્થાન આવતું રહે છે. નગરપાલિકામાં અગાઉ અઢી વર્ષ માટે વિરોધ પક્ષના નેતા તરીકે નજમુદ્દીન ગાંગરડીવાલા અને ઉપનેતા તરીકે દિનેશ સિકલીગરની નિયુક્તિ થયેલી.અને હવે આગામી અઢી વર્ષ માટે ફરીથી એ જ બંન્ને રિપીટ કરવામાં આવ્યા છે. જે સંદર્ભે અંદરોઅંદર ચર્ચાઓ બાદ કોઈ પરિણામ નહીં મળતા એકમાત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પાઠવી મહિલાઓની અવગણના કરવામાં આવશે તો તમામ મહિલા સદસ્યોઓ તાત્કાલિક અસરથી કોંગ્રેસમાંથી રાજીનામા મૂકી પોતાના અસ્તિત્વ માટે કોઈ અન્ય વિકલ્પ શોધી લેવા મજબુર બનશે.તેવું જણાવી આ આઠ પૈકી કોઈ એક મહિલાને વિરોધ પક્ષના ઉપનેતા બનાવાય તેવી માંગણી કરી હતી. હવે બુધવાર સુધીનો સમય આપતા આ આઠેય મહિલા નગરસેવિકાઓએ તેમની સાથે જ નગરપાલિકામાં વિપક્ષના નેતા ...અનુસંધાન પાના નં.2

યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ
જો નગરપાલિકામાં વિપક્ષના ઉપનેતાનું પદ મહિલાને નહીં મળે તો મને પણ તેમની સાથે રાજીનામુ આપવાની માંગ સાથે અમારા પક્ષની મહિલા કોર્પોરેટર્સ મારી ઓફિસે આવેલી. જોઈએ હવે શું થાય છે! હું મંગળવારે આ મહિલા કાઉન્સિલરોને ફરીથી મળીને યોગ્ય તે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. નજમુદ્દીન ગાંગરડીવાલા, વિરોધપક્ષના નેતા

અન્ય સમાચારો પણ છે...