• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod વડોદરા કીમ અને દિલ્હી એકસપ્રેસ વે નું કામ 1 મહિનામાં શરૂ થશે

વડોદરા કીમ અને દિલ્હી એકસપ્રેસ વે નું કામ 1 મહિનામાં શરૂ થશે

Dahod - વડોદરા કીમ અને દિલ્હી એકસપ્રેસ વે નું કામ 1 મહિનામાં શરૂ થશે

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:21 AM IST
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ નવા એકસપ્રેસ વે બનાવવાનું ભારત સરકારે આયોજન કર્યું છે.જેમાં,દિલ્હી વડોદરા 854 કિલોમીટરની લંબાઇમાં એકપ્રેસ વે બનાવવા માટે રૂા.21125 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ કામ ઓકટોબર મહિનાથી શરૂ કરીને બે વર્ષમાં એટલે કે ઓકટોબર 2020 સુધીમાં પૂરું કરી દેવાનો લક્ષ્યાંક છે. દિલ્હી વડોદરા એકસપ્રેસ વેનો 148 કિલોમીટરનો ભાગ ગુજરાતના દાહોદ,ગોધરા અને વડોદરામાંથી પસાર થશે અને તેના કારણે ગોધરાથી સીધા અમદાવાદ જવામાં સરળતા રહેશે.

તેવી જ રીતે,વડોદરા મુંબઇ એકસપ્રેસ વે પૈકી ગુજરાતમાંથી પસાર થતા વડોદરા કીમ એકસપ્રેસ વેનું 125 કિલોમીટરની લંબાઇનું કામ રૂા.8741 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પાંચ પેકેજમાં સોંપવામાં આવેલ છે.આ કામ પણ ઓકટોબર-નવેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ ધોલેરા સર સુધી પણ 110 કિલોમીટરની લંબાઇમાં રૂા.7700 કરોડના ખર્ચે એકસપ્રેસ વે બનાવવામાં આવનાર છે અને તેનું કામ વર્ષ 2022-23 સુધીમાં પૂરુું કરવાનો લક્ષ્યાંક છે.ગુજરાતમાંથી કુલ 650 કિલોમીટરનો એકસપ્રેસ વે પસાર થશે અને સૌથી વધુ લંબાઇ દેશમાં રહેશે.આ એકસપ્રેસ વેના નિર્માણથી પરિવહનમાં ઝડપતા આવશે અને મુસાફરીના હાલના સમયમાં અંદાજે 40 થી 50 ટકાની બચત થશે.

દિલ્હી વડોદરા એકસપ્રેસ વે વડોદરા,ગોધરા અને દાહોદ જિલ્લામાંથી પસાર થશે. ગુજરાતમાંથી પસાર થનારા 148.54 કિલોમીટરના આ પ્રોજેકટ માટે વડોદરા,દાહોદ અને પંચમહાલમાંથી 89 ગામોની 1781 હેકટર જમીન સંપાદિત કરવા પાછળ રૂા.11000 કરોડના ખર્ચાનો અંદાજ મૂકાયો છે.

બીજું શું બોલ્યા માંડવિયા

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોના કારણે પેટ્રોલ- ડીઝલના ભાવોમાં વધારો થઇ રહ્યો છે અને જ્યારે ઘટ્યા હતા ત્યારે તેના ભાવો ઘટ્યા હતા.

આઝાદી મળ્યાથી 2014 સુધીમાં દેશમાં 92 હજાર કિલોમીટર નેશનલ હાઇવે હતા અને છેલ્લાં ચાર વર્ષમાં બીજા 35000 કિલોમીટર હાઇવે બન્યા અને બીજા 53500 કિલોમીટર રાજમાર્ગો બની રહ્યા છે.

સર્વગ્રાહી નિર્માણ યોજના બનાવી રાષ્ટ્રીય ધોરી માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

ખેડૂતોને જંંત્રીના દર કરતાં વધુ ભાવ ચૂકવાય છે અને બળજબરીથી કોઇ જમીન લેવાની નથી

એક વિસ્તારમાં જુદા જુદા જંત્રીના ભાવની ફરિયાદ હશે તો મહત્તમ વળતર ચૂકવાશે.

ઇનલેન્ડ વોટરવેઝના વિકાસ માટે નર્મદા-તાપી-સાબરમતીની ઓળખ કરવામાં આવી છે એ દરિયા કાંઠે શિપિંગની સાથે પ્રવાસી પરિવાહન સંકલિત સુવિધાઓને વેગ અપાશે.

રનવે માટે હાઇવે અંડરપાસ કરાશે

દિવ્યભાસ્કરમાં તા. 9 જૂનના રોજ પ્રસિદ્ધ અહેવાલ.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વડોદરા એરપોર્ટનો રનવે લંબાવવા માટે હાલના હાઇવેને અંડરપાસ કરી દેવા માટે અમારા મંત્રાલય તરફથી ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત, એરફોર્સ,સિવિલ એવિએશન સાથે હાઇવે ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંકલન કરીને જરૂરી ચર્ચા કરાશે. આ કામગીરી માટે ત્રણેય વિભાગના નિષ્ણાત કન્સલ્ટન્ટની નિયુક્તિ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી કરવામાં આવશે.

રનવે હયાત 8100 ફૂટ છે.

અંદાજે 4000 ફૂટ રનવે લંબાવી શકાય

અંદાજે 21 એકર જમીન સંપાદન કરવી ન પડે.

16 એકર જમીન ખાનગી માલિકીની છે. જે અંગે વિવાદ ન થાય

રનવેની સામે આવેલું આરટીઓ અન્ય ખસેડવું ન પડે.

એરફોર્સની જમીન લેવી ન પડે. ડિફેન્સના પ્રશ્ન નડે નહીં

અંદાજે રૂા.210 કરોડની બચત થાય

સમય બચે. હાઇવે ઉપર રનવે બનાવતાં માત્ર બે વર્ષ લાગે

700 સીટેડ બોઇંગ પ્લેન લેન્ડ થઇ શકે.

કેન્દ્રીય મંત્રીએ સર્કિટ હાઉસમાં સાંસદ,ધારાસભ્યો અને અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરી હતી. આ બેઠકમાં, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જમીન સંપાદનના કિસ્સામાં ખેડૂતો પાસેથી લાંચની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરતી રજૂઆતો કરી હતી. યોગેશ પટેલે અગાઉ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે બેઠક કરી હતી ત્યારે પણ આ બાબતે હૈયાવરાળ ઠાલવી હતી. જોકે, મંત્રી માંડવિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોઇ પ્રત્યક્ષ ફરિયાદ આવી નથી , જમીન સંપાદનના વળતરનાં નાણાં સ્થાનિક સક્ષમ અધિકારીના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે.

X
Dahod - વડોદરા કીમ અને દિલ્હી એકસપ્રેસ વે નું કામ 1 મહિનામાં શરૂ થશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી