Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.

દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:21 AM

કારઠ મુકામે શિક્ષક દિનની ઉજવણી કરાઇ

  • Dahod - દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કોઠંબા ઉડાન સ્કૂલમાં સ્વાશાસન દિનની ઉજવણી



    વિદ્યાર્થીઓ માં શિક્ષણ પ્રત્યે આદર ની ભાવના થાય અને શિસ્ત નેતૃત્વ કેળવાય તે હેતુથી કોઠંબા ઉડાન સ્કૂલમાં સ્વાશાસન દિન ની ઉજવણી કરી હતી, શિક્ષક થી લઇને સેવક સુધીની ફરજ બજાવી હતી.


    દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.

    કૃષિકાર સેકન્ડરી સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા



    મોરવા (હ)ની શ્રી કૃષિકાર સેકન્ડરી સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા યોજી હતી. જેમા જિલ્લાની જુદી જુદી શાળાના ૨૭ છાત્રો ભાગ લીધો હતો.

    હાલોલમાં ઉર્ષ સૈયદના ફારૂકે આઝમ (ર.દી)ની યાદમાં ઝુલુસ નીકળ્યું

    હાલોલ નગરમાં સૈયદના ફારૂકે આઝમ દોયમ ખલીફા (ર.દી)ની યાદમાં એક ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.જેમાં નગરના તમામ મદ્રશાના નાના ભૂલકાઓ સહિત મુસ્લિમ આગેવાનો જોડાયા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પેયગમ્બર સાહેબના ચાર ખલીફા હતા.સૈયદના સીદીકે અકબર ,સૈયદના ફારૂકે આઝમ, સૈયદના ઉસમાને ગની,સૈયદના મૌલા અલી, સૈયદના ફારૂકે આઝમ (ર.દિ.) એ પહેલાં ખાનાએ કાબા માં પહેલી નમાઝ અદા કરી હતી, અને ઇસ્લામ માં એમનું મહત્વ હુકુમતમાં અદાલત કાયમ કરી હતી. ઇસ્લામનો પરચમ લહેરાયો હતો અને જેઓએ ઇસ્લામ કબૂલ કરવાથી ઇસ્લામ મા ચાર ચાંદ લાગ્યા હતા. જેમને ઇન્સાફના પૈરવ કાયમ ગણાતા હતા. હાલોલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન હેઠળ આ ચાર ખલીફાની યાદમાં એક ભવ્ય ઝુલુસ કાઢવામાં આવે છે. જે કરબલા ચોક થી લઈ હાલોલના મુખ્ય માર્ગો પર ફરીને ફૈઝે અમીરે મિલલત ચોક ખાતે ઝુલુસ પહોંચ્યું હતું ત્યારબાદ સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી .

    પીપલોદના રામેશ્વર મહાદેવ મંદિરના 106 વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાવડયાત્રા યોજવામાં આવી

    પીપલોદ. દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે 106 વર્ષ પૂર્ણ થયાના દિવસે બાંડીબાર ત્રિવેણી સંગમથી પીપલોદ સુધી કાવડયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડયાત્રામાં શિવભક્તો સવારના 6 કલાકે 200 થી વધારે કાવડીયાઓ રામેશ્વર મંદિર પીપલોદથી ત્રિલોકનાથજી મહાદેવ ત્રિવેણી સંગમ બાંડીબાર જવા માટે રવાના થયા હતા. ત્રિવેણી સંગમ ઉપર ખાસ પુજા વિધી કરીને ત્રિવેણીસંગમના સ્થળેથી નદીના નીર (કળશમાં) કાવડમાં ભરી પગપાળા પીપલોદ આવવા ડી.જે.ના સંગીતમય વાતાવરણમાં ભોલેનાથના ભજન દુધ અને જય જય કારના નાદ સાથે બાંડીબારથી રવાના થયા હતા. તથા કાવડયાત્રા પીપલોદ ગામમાં પ્રવેશતા જ ગ્રામજનો વેપારીઓ દ્વારા આતશબાજી સાથે ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. રામેશ્વર મહાદેવ મંદિરે સવારના 11 વાગ્યે જળાભિષેક બાદ ફુલાહરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

    ગોધરામાં દુંદાળા દેવની સવારી

    જય યોગેશ્વર યુવક મંડળ આઈ.ટી.આઈ મા ગણેશજીની પ્રતિમાની સ્થાપના માટે મંડળના આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમાને ડીજે ના સથવારે લઈ જવામાં આવે છે

    બાલાશિનોરમાં કોમી એકતાના દર્શન

    મહિસાગરના બાલાશિનોરમાં આવેલ હજરત તારન શહિદ દરગાહ ખાતે બાલાશિનોરના મુસ્લિમ સમાજ, પાટીદાર સમાજ, દલિત સમાજ, ઠાકોર સમાજના આગેવાનો ભેગા મળીને દરગાહ પર ચાદર ચઢાવીને હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે દુઆ કરવામાં આવી જયાં કોમી એકતાનું પ્રતિક સામે આવ્યુ હતુ.

    હાલોલની કલરવ સ્કૂલ ખાતે ક્વિઝ સ્પર્ધા યોજાઇ

    હાલોલની કલરવ સ્‍કૂલ ખાતે ક્વીઝ સ્પર્ધા યોજી હતી. જેમાં હાલોલની કલરવ અંગ્રેજી માધ્યમ સ્‍કૂલ ટીમના વિદ્યાર્થી મનમીત પટેલ અને અભય શર્મા પ્રથમ, ગોધરાની અનાજ મહાજન સાર્વજનિક હાઇસ્‍કૂલ ટીમના વિદ્યાર્થી અનીક્ષા દુબે અને નિકિતા પટેલીયા દ્વિતિય અને હાલોલની કલરવ ગુજરાતી માધ્યમ હાઇસ્‍કૂલ ટીમના વિદ્યાર્થી કેયા ભટ્ટ અને જ્યોતિ પાટિલ તૃતિય સ્‍થાને રહ્યાં હતાં.

    ઝીંઝરી પ્રાથમિક શાળામાં તિથી ભોજન

    ઝીંઝરી પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણના અંતમાં શિક્ષક ગણ તરફથી તિથી ભોજન અપાયું જેમાં બુંદી,પૂરી,શાક,દાળ અને ભાતનો આસ્વાદ માન્યો હતો.

    ડેભારીની સ્કૂલમાં તિથી ભોજન

    વીરપુર - મહિસાગર જીલ્લાની શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ડેભારી તા. વિરપુર માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન ની સ્મૃતિ માં ઉજવાતા શિક્ષક દિનની ઉજવણી ભારે હર્ષ સાથે કરવામાં આવી. જેમાં 3૬ જેટલાં વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉમળકાથી ભાગ લીધો હતો. ધો. ૧૨ ના વિદ્યાર્થી તેજસે સમગ્ર શિક્ષક દિન નું બખૂબી રીતે સંચાલન કર્યું હતું.

    માળ ફળિયા શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ

    ધાનપુર તાલુકાની માળ ફળીયા વર્ગ ખાતે ફરજ બજાવતા ભારત સિંહ રાઠવાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ દ્વારા પ્રમાણપત્ર શિલ્ડ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધાનપુર તાલુકાના બાળકોને જુદા-જુદા કોચિંગ આપીને ૫૦ જેટલા બાળકોને રાષ્ટ્રીય કક્ષા સુધી અને ૩૦૦ જેટલા બાળકોને રાજ્યકક્ષા સુધી વિવિધ રમતો પ્રોત્સાહિત કરી અને સફળતા મળી જેમના બે ખેલાડીઓ ઓલ ઇન્ડિયા ગોલ્ડ મેડાલિસ્ટ છે.

    કેરળના પુર પીડીતો માટે મદદ

    કાલોલ - કાલોલ જમીયતે ઉલમા હિન્દની અપીલ ને ધ્યાને લઇને કાલોલ ઉલમાઓ ની દદૅ ભરી અપીલ થી કાલોલ ના સમગ્ર મુસ્લીમ સમાજ વતી કેરળના પરેશાન પુર પીડિતોની મદદ માટે ઉદાર હાથેસમાજના તમામ લોકોએ દિલ ખોલીને મદદ કરી જેમા કુલ રૂપિયા બે લાખ ત્રીસ હજાર બસો પચાસ રકમ મળી આ રકમ મુફતી ઇદરીસ સાહેબ..કારી અશરફ કંજર સાહેબે તન્ઝીમુલ મુસ્લિમીન ઉલમાએ કિરામ ગોઘરા.અને જમીયતે ઉલમા હિન્દ પંચમહાલ મા રોક્રડ રકમ જમા કરાવીકાલોલ મુસ્લીમ સમાજ ના દાતા ઓને મુફતી ઇદરીસ.કારી અશરફ કંજર સાહબે મદદ કતૉ ઓને દિલથી દુવા માગી હતી.

  • Dahod - દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Dahod - દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Dahod - દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Dahod - દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Dahod - દાહોદ. ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ ખાતે શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળ ની હાજરીમાં શિક્ષકદિન ની ઉજવણી કરવાં આવી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending