• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod દાહોદમાં આર.એલ. પંડ્યા હાઇસ્કૂલના 3 વિદ્યાર્થીઓનેે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ

દાહોદમાં આર.એલ. પંડ્યા હાઇસ્કૂલના 3 વિદ્યાર્થીઓનેે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:21 AM IST
Dahod - દાહોદમાં આર.એલ. પંડ્યા હાઇસ્કૂલના 3 વિદ્યાર્થીઓનેે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ
ધો.12 સાયન્સની પરીક્ષામાં ઝળહળતો દેખાવ કરી જિલ્લામાં પ્રથમ પાંચ ક્રમમાં આવનાર દાહોદના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી ધીરુભાઈ અંબાણી સ્કોલરશીપ પ્રોગ્રામ હેઠળ સતત ચાર વર્ષ સુધી દર વર્ષે 36 હજાર રૂ.ની સ્કોલરશીપ પ્રાપ્ત થનાર છે. આ અંતર્ગત સેન્ટ સ્ટીફન્સ સ્કુલ અને બુરહાની શાળાના એક-એક વિદ્યાર્થીની સાથે દા.અ.મ.સા.એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલતી આર.એલ.પંડ્યા હાઇસ્કુલના ત્રણ વિદ્યાર્થીઓને પણ ધીરુભાઈ અંબાણી સ્કોલરશીપ પ્રોગ્રામ હેઠળ સતત ચાર વર્ષ સુધી દર વર્ષે 36 હજાર રૂ.ની સ્કોલરશીપ પ્રાપ્ત થનાર છે. આ શાળાના વિદ્યાર્થીઓ હુસેન ઘડીયાળી, દિપાંશુ મોઢિયા અને તન્મય ગાંધીને ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ જિલ્લામાં પ્રથમ પાંચમાં નંબર આવવા બદલ ચાર વર્ષ સુધી ઉક્ત ત્રણેય વિદ્યાર્થીઓને ચાર વર્ષ સુધી દર વર્ષે સ્કોલરશીપ મળશે.

X
Dahod - દાહોદમાં આર.એલ. પંડ્યા હાઇસ્કૂલના 3 વિદ્યાર્થીઓનેે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી