Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - દાહોદ જિલ્લામાં કાળીપટ્ટી બાંધી તલાટીઓએ આવેદનપત્ર આપ્યાં

દાહોદ જિલ્લામાં કાળીપટ્ટી બાંધી તલાટીઓએ આવેદનપત્ર આપ્યાં

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:21 AM

દાહોદ, ફતેપુરા, ઝાલોદ, સંજેલી, લીમખેડા,ધાનપુર, ગરબાડામાં વિરોધ કરાયો

  • Dahod - દાહોદ જિલ્લામાં કાળીપટ્ટી બાંધી તલાટીઓએ આવેદનપત્ર આપ્યાં
    દાહોદ જિલ્લામાં તલાટીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે કાળીપટ્ટી ધારણ કરીને સબંધિત તાલુકામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પીએસઆઇને આવેદન પત્ર આપીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.

    ફતેપુરા તાલુકાની તમામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો ફતેપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ ના પ્રમુખ અતુલભાઇ ડોડીયાર, ઉપ પ્રમુખ ડી.ડી.મછાર, વાય.બી.ડામોર, સહિત તમામ તાલાટીઓ ફતેપુરા મામલતદાર બી.એચ.મહાજન તાલુકા વિકાસ અધિકારી એચ.બી.પટેલ ને આવેદનપત્ર સ્વરુપે રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. ઝાલોદ ખાતે તલાટી મંડળના પ્રમુખ બી.કે પ્રજાપતિના નેજા હેઠળ તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરીને તાલુકા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને ઝાલોદ પીએસઆઈને લખિતમાં આવેદન આપીને ઘણા સમયથી પડતર માંગોની રજૂઆત કરી હતી. આ પ્રકારે ગરબાડામાં પણ પ્રમુખ પી.એમ ખપેડની આગેવાનીમાં તલાટીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. આ સાથે દાહોદ, લીમખેડા, ધાનપુર સહિતના વિસ્તારોમાં તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરીને આવેદન આપીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. સરકાર દ્વારા પાંચ જેટલી માંગણીઓનો નિકાલ ન આવે તો આગામી દિવસોમાં પેનડાઉન, માસ સીએલ અને ધરણાં સહિતના કાર્યક્રમો યોજવાની લેખિતમાં ચીમકી આપી હતી.

    ફતેપુરાના તલાટી કમ મંત્રીઓ તરફથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

    લીમખેડા તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા વિરોધ દર્શાવી મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. યોગેશ શાહ

    ઝાલોદ તાલુકામાં વિવિધ માંગો સાથે આવેદન આપવામાં આવ્યું હતું. સરફરાજ ગુડાલા

    સિંગવડ તાલુકા તલાટી મંડળના સભ્યોએ કાળી પટ્ટી ધારણ કરી તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. તસવીર યોગેશ શાહ

    ધાનપુર તાલુકાના તલાટીઓ પડતર માંગણીઓને લઈને મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપવામાં આ‌વ્યુ હતું. તસવીર નરવતસિંહ પટેલિયા

    સંજેલી તાલુકામાં વિવિધ માંગો સાથે આવેદન આપવામાં આવ્યું હતું. તસવીર સરફરાજ ગુડાલા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ