• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનું કેરળમાં રાહત-પુનવર્સનનું અભિયાન

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનું કેરળમાં રાહત-પુનવર્સનનું અભિયાન

લગભગ 200 કૂવાઓ તેમજ 150 તળાવને સાફ કરવામાં આવ્યાં

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:20 AM
Dahod - સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનું કેરળમાં રાહત-પુનવર્સનનું અભિયાન
દાહોદ તાલુકાના દાહોદ, ધામરડા, નવાગામના સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના અનેક સદસ્યોએ તાજેતરમાં કેરળમાં આવેલ પૂરની કુદરતી આપત્તિમાં મદદરૂપ થવાના શુભાશયથી રાહત તેમજ પૂનવાર્સ અભિયાન ચલાવ્યું છે.

ફાઉન્ડેશન દ્વારા ત્રિવેન્દ્રમ,એર્નાકુર્લમ,કાલીકટ, પેરાવુંર વગેરેમાં સરકાર દ્વારા ચાલતા રાહત તેમજ પુનવર્સનના કાર્યમાં નિરંકારી ફાઉન્ડેશનના સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક સેવા કરી રહ્યા છે. લગભગ 500પ ્રશિક્ષિત સ્વયંસેવકોએ મિસ્ત્રી, ઇલેક્ટ્રિશયન, પેન્ટર તેમજ પ્લામ્બરના કાર્ય દ્વારા દિવસ-રાત સેવા કરીને સેંકડો ઘરોને સમારકામ કરી પુન: રહેવા યોગ્ય બનાવ્યા. કુંનુકેરામાં હિંદુ તથા અન્ય ઇશાઈ ધર્મસ્થાનોની સફાઈ કરવામાં આવી. અસરગ્રસ્ત સ્થળોએ લગભગ 200 કૂવાઓ તેમજ 150 તળાવને સાફ કરવામાં આવ્યા અને અત્યારે આ કાર્ય ચાલુ જ છે. મહિલાઓને સ્વચ્છતા નેપકીન તથા બાળકોને ડાયપર આપવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય સરકાર દ્વારા આ રાહતકાર્યની પ્રસંશા કરવામાં આવી છે.

રાહત કાર્ય સતત ચાલુ છે

ફાઉન્ડેશન તરફથી કેરળના ઝોનલ ઇન્ચાર્જ દિલીપ ગાયકવાડના નેતૃત્વમાં પહેલી ટીમ તો પુરના બે-ત્રણ દિવસ પછી જ 25ઓગષ્ટે પ્રભાવિત ક્ષેત્રમાં પહોંચી ગઈ.ત્યાં ગુજરાતના હજારો સ્વયંસેવક અલગ-અલગ જૂથના રૂપમાં પહોંચી રહ્યા છે.ભુપેન્દ્રસિંહ ગડરિયા, દાહોદ બ્રાન્ચના સંયોજક

X
Dahod - સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનું કેરળમાં રાહત-પુનવર્સનનું અભિયાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App