• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod દાહોદ જિલ્લાની વિવિધ કોર્ટોમાં લોક અદાલતોનો શુભારંભ કરાયો

દાહોદ જિલ્લાની વિવિધ કોર્ટોમાં લોક અદાલતોનો શુભારંભ કરાયો

Dahod - દાહોદ જિલ્લાની વિવિધ કોર્ટોમાં લોક અદાલતોનો શુભારંભ કરાયો

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:20 AM IST
દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા યોજાયેલ નેશનલ લોક અદાલતનો શુભારંભ દાહોદ, જિલ્લા અદાલતના ચેરમેન અને પ્રિન્સીપાલ ડ્રિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ડી.ટી.સોનીના હસ્તે ન્યાય મંદિર, જિલ્લા અદાલત બિલ્ડીંગ, છાપરી, દાહોદ ખાતે કરાયો હતો. તાલુકા કક્ષાએ ચેરમેન અને મહે.જયુડી.મેજીના હસ્તે દેવગઢબારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલી કોર્ટોમાં નેશનલ લોક અદાલતો શુભારંભ કરાયો હતો. દીપ પ્રાગટ્ય સાથે દાહોદ નેશનલ લોક અદાલતને ખુલ્લી મુકતા જિલ્લા અદાલતના ચેરમેન અને પ્રિન્સીપાલ ડ્રિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ડી.ટી.સોની લોક અદાલતનો મુળભૂત હેતુ સમજાવ્યો હતો.

લોક અદાલતમાં પ્રિન્સીપાલ ફેમીલી જજ કે.આર.ઉપાધ્યાયે ભરણ પોષણ, છુટા છેડા જેવા કૌટુંબિક કેસો વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ વી.આર.રાવલે નેશનલ લોક અદાલત અન્વયે ક્રિમિનલ કેસો તથા મોટર વ્હીકલ એક્સીડન્ટ કેસો અને સમાધાન વિશે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

X
Dahod - દાહોદ જિલ્લાની વિવિધ કોર્ટોમાં લોક અદાલતોનો શુભારંભ કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી