તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod માંડવમાં ખેતરમાં ઉતારેલો Rs.1.60 લાખનો દારૂ જપ્ત

માંડવમાં ખેતરમાં ઉતારેલો Rs.1.60 લાખનો દારૂ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાગટાળા ગામે રાત્રે સપ્લાય માટે ખેતરમાં ઉતારવામાં આવેલો 1.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ દ્વારા ઝડપવામાં આવ્યો હતો. ફરાર થયેલા બૂટલેગર સામે ફરિયાદ નોંધાવી હતી. દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામના બુટલેગર અર્જુન બકા કોળી બારીયાએ ખેતરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સે છાપો માર્યો હતો. અર્જુન કોળી અંધારાનો લાભ લઇ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. વીજીલન્સની ટીમે ખેતરમાંથી રૂ.1,60,800ની કુલ કિંમતના માઇન્ટન બીયરના ટીન નંગ 1608 ભરેલ પેટી નંગ 64 કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...