Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - દાહોદ શહેરમાં શુક્રવારે મોડીરાતે અચાનક ધુમ્મસ છવાતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું

દાહોદ શહેરમાં શુક્રવારે મોડીરાતે અચાનક ધુમ્મસ છવાતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:20 AM

સંશોધન | એ ખરેખર કુદરતી ધુમ્મસ જ હતું કે પ્રદુષણથી આવું થયું તે સંશોધનનો વિષય : શનિવારે ઝરમર વરસાદ બાદ વાદ‌ળછાયુ...

  • Dahod - દાહોદ શહેરમાં શુક્રવારે મોડીરાતે અચાનક ધુમ્મસ છવાતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું
    દાહોદમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક જ ધુમ્મસ છવાઈ જતા હજુ તો ચોમાસું કાર્યરત છે ત્યાં આવું વાતાવરણ સર્જાતા લોકોમાં કુતૂહલ જન્મ્યું હતું. અને શહેરના સ્ટેશન રોડ, પડાવ, ગોધરા રોડ હાઈવે જેવા છેવાડાના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસ છવાયાની માહિતી મળતા જ લોકો તેને જોવા માટે ઉમટ્યા હતા. ત્યારે શનિવારે ઝરમર વરસાદ સાથે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું

    દાહોદમાં રાતના દશેક વાગ્યાના સુમારે સાવ અચાનક સ્ટેશન રોડ, પડાવ, પરેલ, છાબ તળાવની આસપાસના મા ભારતી ઉદ્યાન, ગોધરા રોડ હાઈવે સહિતના ખુલ્લા વિસ્તારોમાં ખૂબ જ ધુમ્મસ ઘેરાતા લોકોમાં અચરજ ફેલાયું હતું. કેટલીક જગાએ તો 15-20 ફૂટ દૂરનું પણ સ્પષ્ટ ન જોવાય તેવું ધુમ્મસ વ્યાપ્ત હતું. અચાનક ફેલાયેલા ધુમ્મસની મજા માણવા અનેક દાહોદવાસીઓએ જે તે વિસ્તારોની પ્રદક્ષિણા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાહન ચલાવવા માટે 150 મીટરની આદર્શ વિઝિબિલિટી હોવી જરૂરી છે પણ ધુમ્મસના કારણે તે ખાસ્સી ઘટી જવા પામી હતી. આ ધુમ્મસથી દાહોદના વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટવા પામી હતી જેને લઈને વાહનચાલકોને વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી હતી. જો કે આ સાથે જ આ ખરેખર કુદરતી ધુમ્મસ છે કે પછી શહેરમાં પ્રદુષણની માત્રા ધાર્યા

    ...અનુ. પાન. નં. 2

    આ વર્ષે અધિકમાસ આવ્યો હતો એટલે આવું હોઈ શકે

    આ વર્ષે અધિક માસ હોઈ ઓલરેડી એક મહિનો જેટલું મોડું થયું છે. ગયા વર્ષેની જ વાત કરીએ તો આસો સુદ એકમથી આરંભાતી નવરાત્રિ 21 સપ્ટેમ્બરથી આરંભાઈ ચુકેલી, જે આ વખતે 10 ઓક્ટોબરથી આરંભાશે. આમ જોવા જઈએ તો આ માસમાં સામાન્ય રીતે નવરાત્રિનો આરંભ થઈ જતો હોય છે. દર વર્ષે નવરાત્રિના સમયગાળામાં સ્વભાવિક રીતે ઠંડી અને ધુમ્મસ બંને હોય છે. એટલે આ વખતે આમ ભલે, નવરાત્રિને વાર છે પરંતુ કુદરતી રીતે તેનો સમય થઇ જ ગયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ