છુટાછેડા લેવા માટે પતિએ પત્નીને માર મારતાં ફરિયાદ

Dahod - છુટાછેડા લેવા માટે પતિએ પત્નીને માર મારતાં ફરિયાદ

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:20 AM IST
દાહોદ શહેર નજીક આવેલા છાપરી ગામે કોર્ટમાં મુદ્દતે જતી પત્નીને રસ્તા વચ્ચે રોકીને પતિએ તુ મારી સાથે છુટ્ટાછેડા લઇ લે તેમ કહીને મારામારી કરી હતી. આ મામલે પત્નીએ પતિ સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માિહતી અનુસાર, દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં રહેતી યાસ્મીનબાનુ કાજી કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તારીખે જઇ રહી હતી. ત્યારે સવારના 11 વાગ્યાના અરસામાં કોર્ટ નજીક મળેલા ઠક્કર ફળિયામાં રહેતાં પતિ સબીરૂદ્દીન કાજીએ યાસ્મીનને રસ્તામાં રોકી હતી. તુ મારી સાથે છુટ્ટાછેડા લઇ લે તેમ કહીને બોલાચાલી કરી હતી.

આ ઉપરાંત મારૂ ઘર ખાલી કરી દે નહીં તો તારા બંને બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને મારામારી કરી હતી. આસપાસના લોકોએ દોડી આવીને યાસ્મીનને વધુ મારથી બચાવી હતી. આ બનાવ અંગે યાસ્મીને દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

X
Dahod - છુટાછેડા લેવા માટે પતિએ પત્નીને માર મારતાં ફરિયાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી