તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod ખંગેલા સંતરોડ વચ્ચે દર 10 કિમીએ પોલીસ સહાયતા કેન્દ્ર ધમધમશે

ખંગેલા-સંતરોડ વચ્ચે દર 10 કિમીએ પોલીસ સહાયતા કેન્દ્ર ધમધમશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લાના હાઇવે ઉપર વાહનો પંક્ચર કરીને કે વાહનો રોકીને લુંટી લેવાની ઘટનાઓને કારણે બહારગામના લોકો સાથે સ્થાનિક પ્રજા પણ મધ્ય રાત્રે મુસાફરી કરવાનું ટાળી રહી છે. આ બનાવોને કારણે જિલ્લાની ખોટી છાપ લોકોના માનસપટ ઉપર અંકિત થઇ છે. ખોટી છાપ ભુંસવા અને મધ્ય રાત્રે પ્રજા હાઇવે ઉપર બેખોફ મુસાફરી કરી શકે તે માટે ગોધરા રેન્જના આઇ.જી મનોજ શશીધર અને દાહોદ જિલ્લાના એસ.પી હિતેશ જોયસરે સર્વે બાદ મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર આવેલા દાહોદ જિલ્લાના ખંગેલાથી માંડીને પંચમહાલ જિલ્લાના સંતરોડ વચ્ચેના 77 કિમીના હાઇવે ઉપર મધ્યરાત્રે 10પોલીસ સહાયતા કેન્દ્રો શરૂ કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે. દાહોદ જિલ્લાની હદના હાઇવે ઉપર દસ કિમી ઉપર એક પોલીસ સહાયતા કેન્દ્ર રહે તે પ્રકારની ગોઠવણ કરાઇ છે. આ સહાયતા કેન્દ્ર ઉપર પોલીસ કર્મચારીઓ તો તૈનાત રહેશે સાથે કોઇનું વાહન જો હાઇવે ઉપર રાત્રે પંક્ચર પડશે તો તેનું પંક્ચર કાઢી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ સહાયતા કેન્દ્ર ઉપર રાખવામાં આવશે. પોલીસનું ક્રોસ પેટ્રોલિંગ તો ચાલે જ છે પરંતુ આ ઉપરાંત આઠ એવા પોઇન્ટ ઉભા કરાશે જ્યાં હથિયારધારી પોલીસ તૈનાત રહેશે.

ટૂંક સમયમાં પ્રારંભ કરાશે
હાઇવે ઉપરના હોટેલ અને પેટ્રોલ પંપના સંચાલકો સાથે મીટીંગ કરીને વિવિધ સુચન કરવામાં આવ્યા છે. હાઇવે ઉપર રાત્રે પ્રજા બેખોફ મુસાફરી કરી શકે તે માટે 10 પોલીસ સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવશે. તેની ઉપર પંક્ચર બનાવવાની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. તમામ આયોજનો થઇ ગયા છે.ટુંક સમયમાં શરૂ આત કરી દેવાશે.હિતેશ જોયસર, એસ.પી,દાહોદ

પોલીસ કર્મચારી સાથે પંક્ચર બનાવવાની વ્યવસ્થા પણ રખાશે
ખંગેલાથી સંતરોડ હાઇ-વે ઉપર પોલીસ સહાયતા કેન્દ્ર મુકાવાના છે તે મેપ

શું સમસ્યા નડી રહી છે
પોલીસ સહાયતા કેન્દ્ર ઉભા કરવાનું આયોજન તો ઘડી કઢાયું છે પરંતુ મહત્તમ સ્થળે મધ્યરાત્રે લાઇટની વ્યવસ્થા ન હોવાનું જોવા મળી રહ્યું છે. આ કેન્દ્ર ખાતે રાત્રે સોલારથી લાઇટ રાખવી કે અન્ય કોઇ વ્યવસ્થા કરવી તે અંગેનો હજી નિર્ણય લેવાયો નથી.

હાઇવે ઉપર મહત્તમ લાઇટો બંધ
સંતરોડથી માંડીને ખંગેલા સુધી હાઇવે ઉપર ઘણા સ્થળે હાઇવે ઓર્થોરિટી દ્વારા લાઇટો નાખવામાં આવી છે. પરંતુ મહત્તમ સ્થળે આ લાઇટો રાત્રે બંધ જોવા મળે છે. આ લાઇટો ચાલુ કરાય તો પણ રાત્રે મુસાફરોને રાહત રહે તેમ છે.

એક વર્ષમાં હાઇવે ઉપર બનેલા બનાવ
25 સપ્ટેમ્બર 2017 રામપુરામાં પાવાગઢથી બાઇક ઉપર આવતાં મ.પ્રના યુવકની હત્યા કરી લુંટ

15 નવેમ્બર2017 રેબારી ઘાટીમાં દાહોદ પરિવારની કાર પંક્ચર કરી 1.29 લાખની લુંટ

7 ડિસેમ્બર2017 લીમખેડા પાસે યુવકની કાર પંક્ચર કરી 49 હજારની લુંટ

10 સપ્ટેમ્બર 2018 ઉસરામા કાર પંક્ચર થતાં વડોદરાના પરિવાર પાસેથી 95 હજારની લુંટ

4મે2018 દુધિયામાં પેટ્રોલ પંપ ઉપર કર્મીઓને માર મારી53500ની લુંટ

30 જુન2018 લીમખેડા નજીક એસ.ટી બસો ઉપર લુંટારુઓનો પથ્થરમારો

7 સપ્ટેમ્બર2018 ખંગેલામાં કાર પંક્ચર કરીને મ.પ્રના પરિવાર પાસેથી 3.81 લાખની લુંટ

15 સપ્ટેમ્બર2018 કતવારામાં વડોદરાના મિત્રોની કાર પંક્ચર થતાં 42 હજારની લુંટ

ક્રોસ પેટ્રોલિંગ સાથે હથિયારધારી પોલીસ સાથે 8 પોઇન્ટનું આયોજન
વચ્ચેના ગાળામાં હોર્ડિગો લગાવાશે
પોલીસ સહાયતા કેન્દ્રના વચ્ચેના ગાળામાં હોર્ડિંગો લગાવીને આગળ પોલીસ સહાયતા કેન્દ્ર હોવાની જાણકારી વાહન લઇને પસાર થતાં લોકોને આપવામાં આવશે. આ હોર્ડિંગમાં પંક્ચરની વ્યવસ્થાનો ઉલ્લેખ પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...