દાહોદમાં ગઢીના કિલ્લાના દરવાજા પાછળ કચરો ઠુંસાયો

Dahod - દાહોદમાં ગઢીના કિલ્લાના દરવાજા પાછળ કચરો ઠુંસાયો

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:20 AM IST
ઔરંગઝેબે પોતાના જન્મસ્થળની યાદમાં દાહોદ શહેરમાં બનાવેલા આશરે ૩૫૦ વર્ષ જુના ઐતિહાસિકગઢીના કિલ્લાના દરવાજા પાછળ જ શનિવારે કચરાના ઢગ ખડકાયા હતા. દાહોદ નગર પાલિકા પરિસરમાં જ આવેલ ગઢીના કિલ્લાના કદાચ દાહોદ જિલ્લાના સૌથી મોટા ગણાતા તોતિંગ દરવાજાની પાછળના ભાગે ગત રાતના જમ્યા બાદ કોઈ અજાણ્યા લોકો દ્વારા એંઠવાડ અને ખાધેલા પતરાળા- પડિયા ચુપકેથી ગઢીના દરવાજાની પછવાડે નાખી ગયા હતા. જે બાદમાં સવારના સમયે રસ્તે રેલાતા આ રસ્તેથી આવાગમન કરતા લોકોએ બીભસ્ત કક્ષાની ગંદકીથી ત્રસ્ત બન્યા હતા. દાહોદની આ ઐતિહાસિક ઈમારત છે અને નજીકમાં જ નગર સેવા સદનનું ભવન છે. બીજી તરફ શહેરમાં બીમારીઓનો વ્યાપ વધ્યો છે તેમ છતાંય લોકોમાં જાગૃતિનો અભાવ સ્પષ્ટ વર્તાતા અનેક જાગૃત નગરજનો, આ નાંખનાર લોકો પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા જણાયા હતા.

દાહોદના ગઢીના કિલ્લાના દરવાજા પાછળ લોકો એંઠવાડ નાખતા તત્વોને સજા કરવા માંગ ઉઠી છે.

X
Dahod - દાહોદમાં ગઢીના કિલ્લાના દરવાજા પાછળ કચરો ઠુંસાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી