દાહોદમાં દિવસે બેવડી ઋતુ બિમારીનું ઘર સાબિત થઇ

દિવસે ગરમી અને રાત્રે ફૂલગુલાબી ઠંડી ધરાવતી ઋતુ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:20 AM
Dahod - દાહોદમાં દિવસે બેવડી ઋતુ બિમારીનું ઘર સાબિત થઇ
દાહોદમાં છેલ્લા દાયકા વરસાદની સરેરાશ મુજબ ગણીએ તો દાહોદ ખાતે 25 ઇંચ વરસાદની સરેરાશ થાય છે ત્યારે આ વર્ષે 1 સપ્ટેમ્બર બાદ દાહોદમાં વરસાદ નથી થયો. મંગળવાર સુધીમાં કુલ મળીને 558 મીમી અર્થાત્ આશરે 22 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે સિઝનનો કુલ 88 % વરસાદ થઇ ચુક્યો છે.

તો બીજી તરફ ભાદરવાની શરૂઆત થઇ ચુકી છે તેવામાં રાતના સમયે ઠંડી લહેરખીની સાથે દાહોદમાં દિવસ દરમ્યાન ગરમી પણ જોરદાર પડી રહી છે. શહેરમાં આ બેવડી ઋતુને આનુષાંગિક બિમારીઓ દરરોજ વધુને વધુ દાહોદવાસીઓને ચપેટમાં લઇ રહી છે. ભાદરવો ભરપૂર થાય તે પહેલા દાહોદના દવાખાનાઓ વાયરલ ઇન્ફેકશન સહિતના અનેક દર્દીઓથી ભરપૂર બન્યા છે.વહુ અને વરસાદને કોઈ જશ નહીં, એ કહેવત મુજબ માપસરનો વરસાદ ખુશાલી અને માપ વગરનો ખાનાખરાબી આણે

...અનુ. પાન. નં. 2

X
Dahod - દાહોદમાં દિવસે બેવડી ઋતુ બિમારીનું ઘર સાબિત થઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App