તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદ શહેરમાં 23 ભગવાનોની એક સાથે શોભાયાત્રા નીકળી

દાહોદ શહેરમાં 23 ભગવાનોની એક સાથે શોભાયાત્રા નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરના પુષ્પદંત નિલયમાં પાછલા કેટલાંય દિવસોથી શ્રમણાચાર્ય શ્રી વિમદ સાગરજી મુનિરાજ સસંઘ બીરાજમાન છે. તેમની નિશ્રામાં પાછલા કેટલાય દિવસોથી ભક્તામર સમ્યકજ્ઞાન શિક્ષણ શિબિર ચાલી રહી છે. પારસનાથ ભગવાનના મોક્ષ કલ્યાણક મહોત્સવની અભૂતપુર્વ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાવીર શેરીના પદ્મપ્રભુ જીનાલયથી 23 ભગવાનોને 23 પાલખીમાં બિરાજમાન કરાવી 23 જીનવાણી અને 23 નિર્વાણ લાડુ સાથે શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દાહોદના જૈન સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત નીકળેલી આ શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. શ્રધ્ધાળુઓના ખભે પાલખીમાં બીરાજમાન ભગવાનની પ્રતિમાં સાથેના અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા હતા. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી મહાવીર શેરીના પુષ્યદંત નિલયે પહોચતા આચાર્ય ગુરૂવર દ્વારા ભગવાનના મોક્ષ કલ્યાણકની અભૂતપુર્વ ઉજવણી કરાવવામાં આવી હતી. વિધિવિધાન સાથે 23 ભગવાનનો અભિષેક કરાયો હતો. પારસનાથ ભગવાનને નિર્વાણ લાડુ ચઢાવાયા હતા સાથે શાશ્ત્ર ભેટ કરાયા હતાં. આ પ્રસંગે આચાર્ય મુનિરાજ વિમદ સાગરજી મહારાજે જણાવ્યું હતું કે, બે પ્રકારના શત્રુમાં અંતરંગ શત્રુ છે જે સુખોને ભોગવવા નહીં દે. અને બીજો વિહરંગ શત્રુ જે આપણી આસપાસમાં રહેવા વાળા લોકો જ છે. જેને આપણે આપણા સમજીયે છીયે તે જ લોકો દગો દે છે અને આપણા શત્રુ થઇ જાય છે. આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતાં.

દાહોદ શહેરમાં મહાવીર શેરીના પદ્મપ્રભુ જીનાલયથી 23 ભગવાનોને 23 પાલખીમાં બીરાજમાન કરાવી 23 જીનવાણી અને 23 નિર્વાણ લાડુ સાથે શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા કાઢી હતી. સંતોષ જૈન

અન્ય સમાચારો પણ છે...