તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod ધાનપુરમાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ધાનપુરમાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ચોથા તબક્કાના સેવા સેતુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં શરૂ કરાયો છે. તદ્નુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત કચેરી પટાંગણ ખાતે ધાનપુર, રાછવા, સીમામોઇ, ડુમકા, કોટંબી, ખલતા ગરબડી, લાડવાવડ મળી સાત ગામોનો સમાવિષ્ટ 4 તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

દીપપ્રાગટ્ય સાથે સેવાસેતુ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી કાર્યક્મમાં ઉજ્જવલા યોજના હેઠળ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે મફત સગડી, બોટલ સાથેનું ગેશ કનેક્શનનું તથા રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન (વય વંદના) યોજના હેઠળ લાભાર્થીઓને મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...