• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod પરીણિતાની લાજ લેવા ઓઢણીથી મોઢુ બાંધ્યું, બાળકી રડતાં યુવક ઝડપાયો

પરીણિતાની લાજ લેવા ઓઢણીથી મોઢુ બાંધ્યું, બાળકી રડતાં યુવક ઝડપાયો

Dahod - પરીણિતાની લાજ લેવા ઓઢણીથી મોઢુ બાંધ્યું, બાળકી રડતાં યુવક ઝડપાયો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:20 AM IST
દેવગઢ બારિયા તાલુકાના કોયડા ગામે એક ઘરમાં ઘુસી પરીણિતાની લાજ લેવા માટે મોઢુ ઓઢણીથી બાંધી દેવાયું હતું. જોકે, નાની છોકરી મોટેથી રડવા લાગતાં જાગી ગયેલા પરિવારે યુવકને રંગેહાથ ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો. પરીણિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દેવગઢ બારિયા તાલુકાના કોયડા ગામના તાડ ફળિયામાં રહેતી 23 વર્ષયિ પરીણિતા 25/6/2018ના રોજ રાતે પોતાની છોકરીને સુવાડી રહી હતી તે વખતે કાળી ડુંગરી ગામનો સવજીભાઇ મંગાભાઇ કોળી નામનો યુવક રાતના એક વાગ્યાના અરસામાં તેના ઘરમાં ઘુસી ગયો હતો. તે વખતે પરીણિતાએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કરતાં સવજીએ મોતની ધમકી આપી હતી. આ સાથે ઓઢણીથી પરીણિતાનું મોઢુ બાંધી દાધુ હતું. નાની છોકરી મોટેથી રડવા લાગતાં પરિવારના માણસો જાગી ગયા હતાં. સવજીને પરિવારના લોકોએ ઝડપી પાડ્યો હતો. દેવગઢ બારિયા પોલીસને સોંપી દઇને પરીણિતાની ફરિયાદના આધારે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

X
Dahod - પરીણિતાની લાજ લેવા ઓઢણીથી મોઢુ બાંધ્યું, બાળકી રડતાં યુવક ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી