તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • નવાગામ અને રાતીગારમાંથી દારૂનો 1 લાખનો જથ્થો જપ્ત

નવાગામ અને રાતીગારમાંથી દારૂનો 1 લાખનો જથ્થો જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકાના નવાગામ અને રાતીગારમાં પોલીસ દ્વારા કરાયેલી નાકાબંધીમાં મોટર સાઇકલ ઉપર હેરાફેરી કરવામાં આવતો એક લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એક ખેંપિયો ફરાર થઇ ગયો હતો જ્યારે એકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

કતવારા પોલીસે બપોરના સમયે નવાગામ ગામના ગામતળ વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી. ત્યારે પોણા એક વાગ્યાના અરસામાં સામેથી મોટર સાઇકલ લઇને આવતો નજીકના ખેતરોમાં ભાગી છુટ્યો હતો. પોલીસે નજીક જઇ તપાસ કરતાં મોટર સાઇકલ પાસે પડેલા પોટલામાંથી વિદેશી દારૂની 500 નંગ બોટલો મળી આવી હતી. 47760 રૂપિયાના દારૂના જથ્થા સાથે પોલીસે જીજે-20-જી-8226 નંબરની મોટર સાઇકલ પણ જપ્ત કરી હતી. આ સાથે રાતીગાર ગામની ચોકડી ઉપર પણ સાંજના 4.30 વાગ્યાના અરસામાં નાકાબંધી દરમિયાન કતવારા ગામનો સુકેશ બદીયા મખોડિયા પણ મોટર સાઇકલ ઉપર દારૂ લાવતો ઝડપાયો હતો. તેની પાસેથી પણ 53760 રૂપિયાની દારૂની 672 બોટલો જપ્ત કરવામાં આવી હતી.બંને ઘટના અંગે કતવારા પોલીસે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...