• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • ઝાલોદ તા.માં હાઇવે માટે જમીન સંપાદન કરાશે તો સામૂહિક આત્મવિલોપન ચીમકી

ઝાલોદ તા.માં હાઇવે માટે જમીન સંપાદન કરાશે તો સામૂહિક આત્મવિલોપન ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં આઠ લેનના નેશનલ હાઇવે માટે જમીન સંપાદન સામે પાંચ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને જો તેમની માગણી નહીં સ્વિકારાય તો સહ: પરિવાર આત્મ વિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારતાં ખળભળાટ મચી ગયો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ જિલ્લામાંથી આઠ લેનનો દિલ્હી-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઝાલોદ તાલુકામાંથી પસાર થવાનો છે. આ હાઇવે હરિયાણાથી શરૂ થઇને રાજસ્થાન, મધ્ય પ્રદેશથી ગુજરાતમાંથી થઇને વડોદરાના નેશનલ હાઇવે 1ને મળશે. સરકાર દ્વારા આ હાઇવે માટે સર્વે કર્યા બાદ જમીન સંપાદનનું નોટીફીકેશન બહાર પાડ્યું હતું, ત્યારે આ હાઇવેમાં ઝાલોદ તાલુકાના 19 ગામની જમીન સંપાદન થતી હોવાથી કેટલાંક ગામના લોકો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. બુધવારે

...અનુ. પાન નં. 2

19 ગામમાં સંપાદન

ઝાલોદ તાલુકામાં આઠ લેનના હાઇવે માટે જમીન સંપાદનના નિર્ણય લેવાતાં પાંચ ગામના લોકો વરસતા ધસી આવી કલેક્ટરને વરસાદમાં આવેદન આપી તેનો વિરોધ નોંધાવ્યો હતો. તસવીર સંતોષ જૈન

500થી વધુ સર્વે નંબર

1500ઘરો ખસેડવા પડે

આ 19 ગામોમાં જમીન સંપાદન થવાનું છે
ઝાલોદ તાલુકાના સુથારવાસા, મુણધા, ગોલાણા, આંબા, બીલવાણી, પારેવા,મોટી હાંડી, વસ્તિ, ડગેરિયા,પાવડી, દારાડુંગર, ટાઢાગોળા, શારદા, ગુલતોરા, થાયણ, તેતરિયા, કાળાપીપળ અને દાંતિયાગામની જમીન હાઇવે માટે સંપાદન કરવાનું નોટીફીકેશન બહાર પાડવામાં આવતાં પ્રજામાં રોષ ભભુકી ઉઠ્યો હતો.

રસ્તા, હેન્ડપંપ, બોર, વૃક્ષો છીનવાય

જમીન બચતી નથી એટલે વિરોધ કરે છે ગામ લોકો
હાઇવે માટે જમીન સંપાદન થતાં સરકાર દ્વારા વળતર આપવામાં આવશે પરંતુ જે પ્રકારે સર્વે થયો છે અનેહાઇવે નીકળવાનો છે તેમાં કેટલાંક ઠેકાણે ઘર બનાવી શકાય તેટલી જમીન પણ બચતી નથી ત્યારે આ સંજોગોમાં ગામ છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે. તેના કારણે જમીન સંપાદનનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બીજી વખતના સર્વેમાં 3 ગામો બાકાત
હાઇવે માટે પહેલી ‌વખત સર્વે કરવામાં આવતાં તેમાં આ ગામો સાથે કારઠ , રૂપાખેડા ,મીરાખેડીનો સમાવેશ થતો હતો પરંતુ બીજી વખત સર્વે તેમાંથી આ ત્રણ ગામો નીકળી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...