દાહોદમાં આખો દિવસ વીજ કાપથી પ્રજા ગરમીમાં શેકાઇ

Dahod - દાહોદમાં આખો દિવસ વીજ કાપથી પ્રજા ગરમીમાં શેકાઇ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:17 AM IST
દાહોદ ખાતે મંગળવારે સવારથી સાંજ લગી વીજળી ગુલ થઇ જતા શહેરમાં ભાદરવાની જોરદાર ગરમીથી સહુ કોઈ ત્રસ્ત બન્યા હતા. ભાદરવાના પ્રારંભથી જ દાહોદમાં રાતના સમયે ઠંડકની સાથે દિવસે કાળઝાળ ગરમી વ્યાપેલી રહે છે. આજકાલ બહુધા સરકારી સુવિધાઓ અને બેંક વગેરેનું કામકાજ મોબાઈલ, ઈન્ટરનેટ વગેરે ઉપર ઓનલાઈન થયું છે તેવા સમયે મંગળવારે આખો દિવસ વીજળી ગુલ થતા ભારે પરેશાન થઇ હતી.

દાહોદમાં એમ.જી.વી.સી.એલ. દ્વારા અપાતી વીજળી અંતર્ગત શહેરમાં 10 જેટલા ફીડરોથી વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. આ પૈકીના સ્ટેશન રોડ તરીકે ઓળખાતા ફીડરમાં જે તે લાઈનનું મેન્ટેનન્સ અને ખાસ તો અગાઉના ઓછા વોલ્ટેજના વાયરો બદલે હાઈ કેપેસીટી ધરાવતા વાયરો બદલવાની કામગીરી હેતુ સવારે 9.30 થી સાંજે 5.૩૦ સુધીના આઠ કલાક સુધી રાબડાલ સબ સ્ટેશનથી દાહોદની સિવિલ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં એમ્પીયર લોડીંગની કાર્યવાહી થઇ હતી.

X
Dahod - દાહોદમાં આખો દિવસ વીજ કાપથી પ્રજા ગરમીમાં શેકાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી